છોટાઉદેપુર, છોટાઉદેપુર જિલ્લામાં હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદ વરસ્યો છે. વરસાદના પગલે બોડેલી તાલુકામાં પાકને મોટા પાયે નુક્સાન પહોંચ્યુ છે. બોડેલી, ઢોકલીયા, અલીપુરામાં વરસાદ વરસ્યો છે. માર્કેટ યાર્ડમાં વરસાદી પાણી ફરી વળતા ખેડૂતોને મોટુ નુક્સાન થયુ છે.
ભર શિયાળામાં એક તરફ કડકડતી ઠંડી પડી રહી છે, તો બીજી તરફ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. છોટા ઉદેપુરમાં કમોસમી વરસાદે ન ઠંડીના વાતાવરણ વચ્ચે વરસાદે વિનાશ વેર્યો છે. માર્કેટ યાર્ડમાં વરસાદી પાણી ફરી વળતા પાક પલળી ગયો છે. કપાસના પાક પર પાણી ફરી વળ્યુ છે. કપાસ પાણીમાં તરબોળ થઇ ગયો છે. જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે.