છોટાઉદેપુરમાં દૂધ સંજીવનીનાં દૂધના પાઉચ જાહેરમાં ફેંકી દેવાયા

છોટાઉદેપુર, છોટા ઉદેપુરના નસવાડી તાલુકાના દામણીઆંબા ગામે આદિવસી વિસ્તારોની શાળાના બાળકોને પૂરૂ પાડવામાં આવતા દૂધના પાઉચને રોડ પર ફેંકી દેવાયાનો વીડિયો વાયરલ થતાં ચકચાર મચવા પામી છે.

આદિવાસી વિસ્તારમાં પ્રાથમિક શાળામાં તેમજ આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકોને કુપોષણથી મુક્ત કરવા સરકાર દ્વારા આદિવાસી વિભાગની યોજનામાંથી કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. જેમાં દૂધ સંજીવની યોજના પણ આનો ભાગ છે. ત્યારે છોટા ઉદેપુર જીલ્લાનાં નસવાડી તાલુકાના દામણીઆંબા ગામે મુખ્ય રોડ ઉપર કુપોષિત બાળકો માટેની યોજના દૂધ સંજીવની યોજનાના દૂધના પેકેટ રસ્તે ફેંકી દેવામાં આવ્યા હતા.

નસવાડી તાલુકાના દામણી આંબા ગામે દૂધ સંજીવની યોજનાના દૂધ ભરેલા કેરેટ અને છૂટ્ટા દૂધના પાઉચ રોડ ઉપર તેમજ કાંટાની વાળમાં ફેકી દેવાયેલા મળ્યા હતાં. આ વીડિયો બે થી ત્રણ દિવસ પહેવા વાયરલ થયો હોવાનું જાણવા મળ્યું છે. દૂધ બાળકોને મળવાના બદલે જાહેરમાં ફેંકી દેવાતા સરકાર સામે અનેક સવાલો ઊભા થયા છે. તંત્રની ઘોર બેદરકારી સામે આવતા હવે શું પગલા લેવાય છે તે જોવું રહ્યું