
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં દુકાન ભાડેથી રાખીને લોકોને ઉંચુ કમિશન આપવાની લાલચ આપીને છેતરપિંડી કરનારા ૧૩ શખ્સોની સાયબર ક્રાઈમ પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓઓ લોકોને કમિશનની લાલચ આપી તેમના બેક્ધ એકાઉન્ટ મેળવીને છેતરપિંડીથી મેળવેલા નાણા ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરાવી દેશની બહાર મોકલી દેતા હોવાની ચોંકાવનારી માહિતી તપાસમાં બહાર આવી છે.
પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓએ કૃષ્ણનગરમાં વિજય પાર્ક ચાર રસ્તા પાસે મારૂતી પ્લાઝામાં ગ્રાઉન્ડ લોર પર તથા બીજે માળે દુકાનો ભાડે રાખી હતી.ત્યારબાદ આરોપીઓ તેમના મળતીયા માણસો સાથે મળીને લોકોને કમિશન આપવાની લાલચ બતાવીને તેમની પાસે બેક્ધ એકાઉન્ટ ખોલાવડાવ્યા હતા. ત્યારબાદ આરોપીઓ આ બેક્ધ એકાઉન્ટની વિગતો મેળવી લેતા હતા. આ વિગતો તેઓ સાયબર ક્રાઈમ આચરતા લોકોને મોકલી આપતા હતા. આ શખ્સો છેતરપિંડીથી મેળવેલા નાણાં જમા કરવાતા હતા.
બાદમાં બેક્ધ એકાઉન્ટ હોલ્ડર સાથે જઈને આ નામાં મેળવી લેતા હતા. આ નાણાં તેઓ ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરાવીને દેશની બહાર મોકલી દેતા હતા. આ પ્રકારે મસમોટુ કૌભાંડ આચરતા ૧૩ શખ્સોની સાયબર ક્રાઈમ પોલીસે ધરપકડ કરી છે. તેમની પુછપરછમાં ચોંકાવનારી વિગતો બહાર આવશે, એમ પોલીસે જણાવ્યું હતું. તે સિવાય આ પ્રકારે આરોપીઓએ આ પ્રકારે મોટી રકમની છેતરપિંડી કરી હોવાની માહિતી પણ બહાર આવશે.