છેલ્લા દિવસે સેન્સેક્સ ૩૬૭ પોઇન્ટના વધારા સાથે ૬૬,૫૨૭ તથા નિફ્ટી ૧૦૭ પોઇન્ટ વધીને ૧૯,૭૫૩ પર બંધ રહ્યા

મુંબઇ,જુલાઈ મહિનાના અંતમાં શેર બજારમાં આવકારદાયક તેજી જોવા મળી હતી. શેરબજાર આજે કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે અને જુલાઈ મહિનાના છેલ્લા દિવસે લીલા નિશાન સાથે બંધ થયું હતું અને બજારના મુખ્ય સૂચકઅંકો મજબૂતી સાથે ક્લોઝ થયા હતા. જેમાં બીએસઈ સેન્સેક્સની વાત કરવામાં આવે તો તે ૩૬૭ પોઇન્ટ વધીને ૬૬,૫૨૭ ના આંક પર અટક્યો હતો. બીજી બાજુ નિફ્ટી માં પણ તેજીના પ્રાણ પુરાયા હતા અને નિફ્ટી ૧૦૭ પોઇન્ટ વધીને ૧૯,૭૫૩ પર બંધ રહેતા રોકાણકારો રાજીના રેડ થયા હતા.

ઓટો સેક્ટર અને આઇટી સેક્ટર તથા મેટલ શેરોએ શેરબજારમાં તાકાત ભરી દીધી હતી. નિફટીમાં પાવ સ્ટોક્સ મા વધુ તેજી દેખાઈ હતી. જેમાં એનટીપીસી ટોપ ગેનર રહ્યા હતાં. આ અગાઉ બજાર જ્યારે બંધ રહી તે શુક્રવારે સેન્સેક્સમાં ૧૦૬ નો કડાકો નોંધાયો હતો અને તે ૬૬,૧૬૦ ના અંક પર અટકી ગયો હતો.

એનટીપીસીમાં ૪ ટકા નો વધારો તો ઓએનજીસીમાં ૩.૩૦ ટકાનો વધારો અને પાવર ગ્રીલ ૩.૨૦ ટકા વધારો જોવા મળ્યો હતો બીજી બાજુ એપોલોમાં ૩.૦૩ ટકા ઘટાડો તો ૨.૧૦ ટકા ઘટાડો બીજી બાજુ એચડીએફસી લાઇફ બે ટકા અને બજાજ ફાઇનાન્સમાં ૧.૨૦% નો ઘટાડો નોંધાયો હતો.