છેલ્લા છ મહિનામાં તુવેર-અડદ દાળના ભાવમાં ૧૦ ટકા સુધીનો ઉછાળો

નવીદિલ્હી,

એક બાજુ દેશમાં છેલ્લા કેટલાય સમયથી મોંઘવારી આસમાને આંબી રહી છે જેના પગલે મયમવર્ગીય સહિતના લોકોની આથક સ્થિતિ કફોડી બની છે ત્યાં બીજી બાજુ જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ પણ વધી રહ્યા છે જેમાં દૂધ-દાળનો પણ સમાવેશ થાય છે. ત્યારે ફરી ફરીથી મોંઘી થઈ રહી છે. તાજેતરના દિવસોમાં તુવેરના ભાવમાં ઝડપથી વધારો જોવા મળ્યો છે. સરકારના આંકડા પણ આ વાતની સાક્ષી આપી રહ્યા છે. સરકારી ડેટા અનુસાર છેલ્લા છ મહિનામાં દાળની કિંમતોમાં ૧૦ ટકાનો ઉછાળો આવ્યો છે. તુવેર અને અડદની દાળની કિંમતોમાં સૌથી વધારો જોવા મળી રહ્યો છે.

ગ્રાહક બાબતોના મંત્રાલયના ડેટા અનુસાર ૨૯ ડિસેમ્બરે તુવેર દાળની સરેરાશ કિંમત ૧૧૧.૯ રૂપિયા પ્રતિ કિલો પર જઈ પહોંચી છે જે એક જૂન ૨૦૨૨એ ૧૦૨.૮૭ રૂપિયો કિલો હતી. મોડલ પ્રાઈઝ હવે ૧૧૦ રૂપિયા પ્રતિ કિલો છે જે એક જૂને ૧૦૦ રૂપિયા પ્રતિ કિલો હતી. ભારતમાં સૌથી વધારે લોકો તુવેર દાળ ખાવાનું પસંદ કરે છે.

અડદ દાળની કિંમતોમાં પણ આ સમયગાળામાં ઉછાળો જોવા મળ્યો છે. ૨૯ ડિસેમ્બર ૨૦૨૨એ સરકારી ડેટા અનુસાર અડદ દાળની મોડલ પ્રાઈઝ એટલે સરેરાશ કિંમત ૧૧૦ રૂપિયા પ્રતિ કિલો છે જે એક જૂન ૨૦૨૨એ ૧૦૦ રૂપિયા પ્રતિ કિલોમાં મળી રહી હતી. એટલે કે સરકારી ડેટા અનુસાર છ મહિનામાં ૧૦ ટકા કિંમતો વધી છે. નવેમ્બર મહિનામાં દાળની મોંઘવારી ૩.૧૫ ટકા રહી હતી.

તુવેર અને અડદ દાળના ભાવ પર નિયંત્રણ રાખવા માટે સરકારે આ બંને દાળ માટે ફ્રી-ઈમ્પોર્ટ પોલિસીને ૩૧ ઓગસ્ટ ૨૦૨૪ માટે એક્સટેંડ કરી દીધી છે. આ પોલિસી હેઠળ કોઈ પ્રતિબંધ વિના આયાત કરવામાં આવશે. એક અનુમાન અનુસાર ભારત પોતાના વપરાશની ૧૫ ટકા દાળ આયાત કરે છે.

૨૦૨૧-૨૨માં ૨ મિલિયન ટન દાળની આયાત કરવામાં આવી હતી. દ્વિપક્ષીય કરાર હેઠળ ભારતે ૦.૨૫ મિલિયન ટન અડદ દાળ અને ૦.૧ મિલિયન ટન અડદ દાળ મ્યાનમારથી આયાત કરવાનું આશ્ર્વાસન આપ્યુ છે. ભારત મોઝામ્બિકથી અડદ દાળ આયાત કરી રહ્યુ છે. આ સિવાય માલાવીથી પણ અડદ દાળ ઈમ્પોર્ટ કરવામાં આવી શકશે જેનાથી ઘરેલૂ બજારમાં કિંમતો પર કાબૂ રાખવામાં આવી શકે. ઉલ્લેખનીય છેકે ૨૦૧૬માં અડદ દાળની કિંમતો ૨૦૦ રૂપિયા પ્રતિ કિલો સુધી જઈ પહોંચી હતી.