છેલ્લા ૫ વર્ષોમાં આઈઆઈટી જેવી ૮ સંસ્થાઓમાં ૩૪ હજારથી વધુ લોકોએ અભ્યાસ છોડ્યો

નવીદિલ્હી, આઈઆઈટી, આઈઆઈએમ, એનઆઈટી જેવી સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માટે મોટાભાગના વિદ્યાર્થીઓ લાખો રૂપિયા ખર્ચીને તૈયારી કરે છે. આ ઉચ્ચ સંસ્થાઓમાં એડમિશન લીધા બાદ પણ હજારો વિદ્યાર્થીઓ વચ્ચેથી અભ્યાસ છોડી છે. છેલ્લા પાંચ વર્ષમાં આઠ પ્રતિષ્ઠિત ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાંથી ૩૪,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ અભ્યાસ છોડી દીધો છે.

ગ્રેજ્યુએશન અથવા પીજી પહેલા આઈઆઈટીને વચ્ચે છોડનારા વિદ્યાર્થીઓની સંખ્યા પણ ૮૧૩૯ છે. ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં છેલ્લા પાંચ વર્ષમાં ૯૨ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે.આ આંકડા રાજ્યસભામાં શિક્ષણ મંત્રાલયના રાજ્ય મંત્રી ડૉ. સુભાષ સરકારના લેખિત જવાબમાં સામે આવ્યા છે.

શિક્ષણ મંત્રાલયના આપેલા રીપોર્ટ મુજબ ડ્રોપ આઉટ કરનારા મોટાભાગના વિદ્યાર્થીઓ દલિત, આદિવાસી, પછાત અને લઘુમતી સમુદાયના છે. તેમની સંખ્યા ૪૦ થી ૫૦ ટકા જણાવવામાં આવી છે.

સરકારનું એવું માનવુ છે કે પીજી અને પીએચડી પ્રોગ્રામમાં ડ્રોપ આઉટની મહત્તમ સંખ્યા વ્યક્તિગત અને તબીબી કારણોસર છે. સારા ક્ષેત્રમાં પ્લેસમેન્ટ અને સારી તક કારણસર છે. સ્નાતક ડ્રોપઆઉટ પાછળ ખોટો વિકલ્પ પસંદ કરવો, ખરાબ પરફોર્મન્સ અને મેડીકલ કારણ હોય શકે છે.

સલાહકારની નિમણુક, નબળા વિદ્યાર્થીઓ માટે વધારે અભ્યાસમાં યાન અપાવવું, તણાવ મુક્સ્ત કરવા સલાહ અને સહયોગ આપવો,મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ મદદરૂપ થવું વગેરે જેવા સરકાર પ્રયાસો કરી રહી છે.