છેલ્લાં ૫ વર્ષમાં ગુજરાતમાં ૨૫૫ શ્રમિકોનાં મોત:ગટર અને ટાંકાની સફાઇ દરમિયાન કામદારોનાં મોતમાં ગુજરાત દેશમાં છઠ્ઠા ક્રમે

અમદાવાદ, દેશમાં છેલ્લા ૫ વર્ષમાં ૨૨૭૪ વ્યક્તિઓએ કન્ટ્રક્શન સાઇટ પર કામ કરતાં મોતને ભેટી ચૂક્યા છે. જે પૈકી ગુજરાતમાં ૨૫૫ વ્યક્તિઓના મોત થઇ ચૂક્યા છે. દેશના કુલ મોત સામે ૧૧.૨૧% મોત સાથે ગુજરાતમાં સૌથી વધુ મોત થયા છે. રાજ્યમાં ૨૦૧૬-૧૭ માં ૩૬, ૨૦૧૭-૧૮ માં ૪૨, ૨૦૧૮-૧૯ માં ૫૬, ૨૦૧૯-૨૦ માં ૭૪ અને ૨૦૨૦-૨૧ માં ૪૭ વ્યક્તિઓના મોત થયા છે.

બીજી બાજુ, છેલ્લા ૫ વર્ષમાં ગટર અને ટાંકાની સફાઇ દરમિયાન મોતને ભેટી ચૂકેલા દેશના ૩૫૨ વ્યક્તિ પૈકી ૨૮ વ્યક્તિઓ ગુજરાતના છે. ગટર અને ટાંકાની સફાઇમાં મોતમાં ગુજરાત દેશમાં છઠ્ઠા ક્રમે છે. આ ઉપરાંત છેલ્લા ૫ વર્ષમાં ગુજરાતમાં ફેક્ટરીઓમાં કામ કરતાં ૪૬૭૨ વ્યક્તિઓને સામાન્ય ઇજાઓ અને ૧૧૯૨ વ્યક્તિઓને જીવલેણ ઇજાગ્રસ્ત થઇ ચૂક્યા છે.

૫ વર્ષમાં કન્ટ્રક્શન સાઇટ પર મોતની સ્થિતિ

રાજ્યકુલ મોત
ગુજરાત255
રાજસ્થાન243
દિલ્હી233
મહારાષ્ટ્ર219
તમીલનાડુ213
કેરાલા182

ગટર-ટાંકાની સફાઇમાં ઉ.પ્ર.માં સૌથી વધુ મોત

રાજ્યકુલ મોત
ઉત્તરપ્રદેશ57
તમિલનાડુ46
દિલ્હી4242
હરિયાણા38
મહારાષ્ટ્ર32
ગુજરાત28