
- ટેકનિશલ સોર્સના આધારે દેવગઢબારીયા ના ચેનપુર ગામેથી યુવકને શોધી કાઢવામાં આવ્યો.
- સીમળીયા બુઝર્ગ ગામતળ નો 48 વર્ષીય યુવક ખેતર જવા નું કહી ગુમ થતા ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.
દાહોદ,
સીમળીયા બુઝર્ગ ગામતળ ફળિયાનો 48 વર્ષીય યુવક મિતેશભાઈ રામચંદ્ર રાઠોડ તારીખ 15 ફેબ્રુઆરીના રોજ સાંજના 7:00 વાગ્યાના અરસમાં તેઓ પોતાના ખેતરે ઘઉં જોવા જાવ છું. તેમ કહીને ઘરેથી નીકળ્યા હતા, પરંતુ તેઓ મોડી રાત સુધી ઘરે નહીં ફરતા ફરતા ઘરના લોકો તેમજ ગામ લોકો દ્વારા આજુબાજુના વિસ્તારમાં તેમજ સગા સંબંધીઓમાં મિતેશભાઈ શોધ ખોળ હાથ ધરવામાં આવી હતી. મિતેશભાઇ નો કોઈ પત્તો મળ્યો ન હતો. મિતેશભાઇ ન મળતા ગામ લોકો અને પરિવારના સભ્ય દ્વારા ગરબાડા પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી હતી. ગ્રામજનો અને પોલીસ દ્વારા તપાસ કરતા મિતેશભાઈની બાઈક અને ચપ્પલ ગરબાડાના સામુહિક આરોગ્ય કેન્દ્રના કમ્પાઉન્ડ માંથી મળી આવ્યા હતા. તે દિશામાં પોલીસ દ્વારા આજુબાજુના વિસ્તારની પણ તપાસ કરી હતી અને મિતેષભાઈની ભાળ મેળવવા માટે પોલીસે ડોગ સ્કોડની પણ મદદ લેવાઈ જેમાં ગરબાડા પોલીસે ટેકનીશીયલ સોર્સના આધારે છેલ્લા ત્રણ દિવસથી ગુમ થયેલા સીમલીયા બુઝર્ગ ગામતળના 48 વર્ષીય યુવકને બારીયા ખાતે થી શોધી કાઢવામાં આવ્યો હતો અને ગરબાડા પોલીસ યુવકનું પંચનામું કરીને તેના પરિવારને સોંપવામાં આવ્યો હતો. પોલીસે યુવક બારીયા કઈ રીતે પહોંચ્યો તેની વધુ તપાસ હાથ ધરી હતી. હાલ પોલીસ દ્વારા યુવકને તેના પરિવારને સોંપી દેવામાં આવ્યો છે.