બાલાસીનોર, પંચમહાલ ગોધરા રેન્જ 9 પીવી સિરી” ની કારની બદી તથા મે. મહીસાગર જીલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા નાઓએ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સારૂ તા.19/08/2023 થી તા.30/08/2023 સુધીનુ સ્પેશ્યલ ડ્રાઇવનુ આયોજન કરેલ હોય જે અનુસંધાને ના.પો.અધિ.સા. પી.એસ. વળવી નાઓના માર્ગદર્શન હેઠળ બાલાસિનોર તાલુકા પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેક્ટર એમ વી. ભગોરા નાઓની સુચના હેઠળ બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓની નાસતા ફરતા આરોપીઓ પકડવા ટીમની રચના કરવામાં આવેલી.
તે દરમ્યાન ટેકનીલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સીસ થી એમ.વી.ભગોરા પોલીસ ઇન્સપેક્ટર બાલાસિનોર તાલુકા પો.સ્ટે. નાઓને હકીકત મળેલ કે,બાલાસિનોર પો.સ્ટે ફ. ગુ.ર.નં.08/2001 ઇ.પી.કો. કલમ 302,34 મુજબનો નાસતો ફરતો આરોપી મોહનસિહ અભેસિંહ સોલંકી રહે. ભાથલા તા. બાલાસિનોર જી, મહીસાગર નાનો જે મર્ડર કર્યાં બાદ છેલ્લા બાવીસ વર્ષથી ઉપરોકત ગુરૂન્ત્રમાં નાસતો કરતો હતો અને આ આરોપી સુધી પોલીસ પહોંચી ન શકે તે સારૂ આજદિન સુધી આધારકાર્ડ પણ કઢાવેલ ન હતુ કે કોઇ બેન્કમા ખાતુ પણ ખોલાવેલ નહી. આ કામનો આરોપી છેલ્લા બાવીસ વર્ષથી પોલીસ પકડથી બહાર નાસતો ફરતો હોય જેનું જીલ્લાના નાસતા ફરતા ટોપ દસ આરોપીઓમાં નામ હોય જે આરોપીના નામ મેં પોલીસ અધિક્ષક સા. મહીસાગર જીલ્લા નાઓએ 10,000/- રૂપીયાનુ ઇનામ જાહેર કરેલ છે. સદર આરોપીની હ્યુમન સોસીંસથી તપાસ તજવીજ કરી તેની પત્ની પર વોચ તપાસમા રહી તે આધારે તેઓ બારડોલી ખાતે રહેતા હોવાની માહીતી મળેલ પરંતુ આરોપી બાવીસ વર્ષથી નાસતો ફરતો હોય તેનો ફોટો કે કેવો દેખાતો હશે તેની પણ પોલીસ પાસે કોઇ માહીતી ન હોય તેમ છંતા એક ટીમ બારડોલી ખાતે મોકલી આપી આરોપીની તપાસ તજવીજ કરતા આ કામના આરોપી બારડોલી ખાતે ટેમ્પો ચલાવતા હોવાની માહીતી મળેલ અને આ આરોપી બારડોલીના બાબેન ગામે રહેતો હોવાની જાણ થતા તેના ઘરે રાત્રીના પોલીસને આરોપી ઓળખી ન શકે તે રીતે જઇ તપાસ કરતા તેનુ મકાન અંદરથી લોક હોય જેથી પોલીસે ભાડેથી ટેમ્પો જોઇએ છે અમારે થોડું સામાન લઇ જવાનુ છે તેમ કહી તેના ઘરનો દરવાજો ખોલાવી આરોપીને હસ્તગત કરી બારડોલી ટાઉન પો.સ્ટે. લેખીતમાં જાણ કરી આગળની કાર્યવાહી કરવા સારૂ આરોપીને બાલાસિનોર ટાઉન પો.સ્ટે. ખાતે સોપેલ.આમ છેલ્લા બાવીસ વર્ષથી ખૂનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં સફળતા મેળવતી બાલાસિનોર તાલુકા પોલીસ.
કામગીરી કરનાર પોલીસ અધિકારી કર્મચારીઓ (1) એમ.વી.ભગોરા પોલીસ ઇન્સપેક્ટર (3) એ.એસ.આઇ મહેન્દ્રસિંહ બાલસિહ, (2) વિ.બી.ખાંદલા પોલીસ સબ ઇન્સપેક્ટર, (6) અ.પો.કો. વિક્રમભાઇ વાઘાભાઇ (7) પો.કો. સુનીલભાઇ બળવંતભાઇ (8) અલો,ર. હિંમતભાઇ હરીભાઇ (4) અ હે.કો. ગીરીશભાઇ જીવાભાઇ (5)આ હૈ.કો જયરાજસિંહ ઉદેસિંહ.