ભરૂચ, ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર એ’ ડિવિઝન પોલીસ મથકના ચોરીના ગુનામાં છેલ્લા ૧૨ વર્ષથી નાસતા ફરતા લિસ્ટેડ આરોપીને મહારાષ્ટ્રના અક્કલકુવા ખાતેથી પેરોલ ફર્લો સ્કોડની ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ મહા નિરીક્ષક સંદીપસિંહ વડોદરા રેન્જ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા પેરોલ પર જમ્પ ફરાર આરોપી તથા નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે આપવામાં આવેલ સૂચનાના આધારે ભરૂચ પેરોલ ફર્લો સ્કોડની ટીમ દ્વારા જિલ્લામાં બનેલા ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ખાનગી બાતમીના આધારે અંકલેશ્વર શહેર એ’ ડિવિઝન પોલીસ મથકના ગુનાના કામે નાસતા ફરતા આરોપી દીન મહંમદ બસીર મહંમદ મકરાણીને મહારાષ્ટ્રના અક્કલકુવા ખાતેથી પકડી સીઆરપીસી કલમ ૪૧ (૧) આઈ મુજબ અટકાયત કરવામાં આવી છે, જે આરોપી વિરુદ્ધ આગળની કાર્યવાહી કરવા માટે અંકલેશ્વર શહેર એ’ ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો આવ્યો છે.