છત્તીસગઢમાં નક્સલવાદી એન્કાઉન્ટરમાં ત્રણ મહિલાઓના મોત

છત્તીસગઢના નારાયણપુર અને કાંકેર જિલ્લાની સરહદ પર મારહમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે એક્ધાઉન્ટર ચાલુ છે. એક્ધાઉન્ટરમાં અત્યાર સુધીમાં ત્રણ યુનિફોર્મધારી મહિલા નક્સલવાદીઓ માર્યા ગયા છે. ઘટનાસ્થળેથી હથિયારો સહિત મોટી માત્રામાં નક્સલ સામગ્રી મળી આવી છે.

છત્તીસગઢના નારાયણપુર અને કાંકેર જિલ્લાની સરહદ પર આવેલા માડ વિસ્તારમાં માઓવાદીઓની હાજરી હોવાની માહિતી મળી હતી. માહિતી મળ્યા બાદ ડીઆરજી, એસટીએફ અને બીએસએફની ટીમ સર્ચ ઓપરેશનમાં લાગી ગઈ હતી. સર્ચ દરમિયાન પોલીસ પાર્ટી અને માઓવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આઈજી બસ્તર પી સુંદરરાજે જણાવ્યું કે સવારથી એક્ધાઉન્ટર ચાલી રહ્યું છે. વચ્ચે-વચ્ચે ગોળીબાર થઈ રહ્યો છે. તમામ સૈનિકો સુરક્ષિત છે.