છત્તીસગઢ ખાતે NIC કેમ્પમાં ભાગ લેતી શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીની એન.એસ.એસ. ટીમ

ગોધરા, શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીની જુદી જુદી કોલેજોના આઠ વિદ્યાર્થીઓની ટીમે દુર્ગ-છત્તીસગઢ ખાતે આયોજીત નેશનલ ઈન્ટ્રીગેશન કેમ્પ (એનઆઈસી કેમ્પ)માં શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી વતી ભાગ લઇ સાંસ્કૃતિક અને સેવાકીય પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી સૌ કોઈના દિલ જીતી લીધા છે. દુર્ગ ખાતેથી પરત આવેલી શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીની ટીમને યુનિવર્સિટીના કુલપતિ, કુલ સચિવ, એનએસએસના યુનિવર્સિટીના કોર્ડીનેટર ડો. મયંકભાઈ શાહ સહિત સમગ્ર એનએસએસ પરિવારે ટીમને બિરદાવીને અભિનંદન પાઠવેલ છે. યુનિવર્સિટીની આ એન.એસ.એસ.ની ટીમના ટીમ મેનેજર તરીકે ફતેપુરા કોલેજના પ્રોગ્રામ ઓફિસર ડો. દેસલબાએ ઉત્કૃષ્ટ કામગીરી કરેલ છે. સમગ્ર ટીમને એનએસએસના રિજનલ હેડ ડો.કમલકુમાર સરનું સંપૂર્ણ માર્ગદર્શન મળેલ હતું.