ગોધરાના છબનપુર ખાતે આવેલ જીઅમેઇઆરએસ મેડીકલ કોલેજ ખાતે તબીબી સ્નાતક ફીમાં કરાયેલ ધરખમ વધારો પરત લેવા માટે એબીવીપી દ્વારા આવેદન આપીને પુતળા દહન કરવામાં આવ્યું.
ગુજરાત મેડીકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ સોસાયટી દ્વારા 28/06/2024ના રોજ નોટીફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્ય 13 જીએમઈઆરએસ મેડીકલ કોલેજોની ફીમાંં વધારો કરવામાં આવ્યો હતો. જેમાં સરકારી કોટામાં 3.30 લાખથી વધારી 5.50 લાખ તેમજ મેનેજમેન્ટ કોટામાં 9 લાખથી વધારી 17 લાખ સુધીની ફી વધારો કરવામાં આવ્યો હતો. સરકારી કોટા પ્રમાણે 66.66 ટકા અને મેનેજમેન્ટ કોટા પ્રમાણે 88.88 ટકાની ધરખમ ફી વધારોએ વિદ્યાર્થીઓના હિતમાં નથી. આ ધરખમ ફી વધારાના વિરોધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા છબનપુર ખાતે આવેલ જીએમઇઆરએસ મેડીકલ કોલેજ ખાતે આવેદનપત્ર આપી પૂતળા દહન કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. માંગ કરવામાં આવી કે ફી વધારો પાછો ખેંચી વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવે નહિ તો એબીવીપી દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે.