
- શિવ સુંદર દાસ નામે ૨૩ ટેસ્ટ,ચાર વનડે અને ત્રણ ટી ટવેન્ટી મેચ નોંધાયેલી છે.
નવીદિલ્હી,
ટીમ ઇન્ડિયાના મુખ્ય સિલેકટર રહેલ ચેતન શર્માએ અચાનક પોતાના પદેથી રાજીનામુ આપી દીધુ ચેતન શર્મા હવે ટીમ ઇન્ડિયાના મુખ્ય સિલેકટર રહેશે નહીં આ દરમિયાન હવે સવાલ એ છે કે હવે મુખ્ય સિલેટકની ભૂમિકા કોણ નિભાવશે બીસીસીઆઇએ તાજેતરમાં પુરી પસંદગી સમિતિની ચુંટણી કરાવી હતી જેના ચીફ એકવાર ફફરી ચેતન શર્મા બન્યા હતાં હવે ફરીથી ચાર જ સિલેકટર રહી ગયા છે. આ દરમિયાન ભારત અને ઓસ્ટ્રેલિયા સીરીજની વચ્ચે થયેલ બે ટેસ્ટ અને ત્રણ વનડે મેચોની સીરીજ માટે ટીમ ઇન્ડિયાની સિલેકશન કરવામાં આવનાર છે તેના માટે તાકિદે જ સમિતિની બેઠક થશે પરંતુ માનવામાં આવી રહ્યું છે કે હાલ ચાર સિલેકટરની ટીમની પસંદગી કરશે બાદમાં કોઇ એક સિલેકટરને ચુંટવામાં આવશે પરંતુ સવાલ એ છે કે આ દરમિયાન ચીફ સિલેકટરની ભૂમિકા આખરે કોણ નિભાવશે.
શર્માના રાજીનાબાદ બાદ હવે ચાર જ સિલેકટર બાકી રહ્યાં છે તેમાં શિવ સુંદર દાસ,સુબ્રતો બેનર્જી,સલિલ અંકોલા અને શ્રીધરન સરથ છે માનવામાં આવી રહ્યું છે કે ઓસ્ટ્રેલિયાની વિરૂધ બે ટેસ્ટ અને ત્રણ વનડે મેચો માટે આ સમિતિ ટીમ પસંદ કરશે તેનું નેતૃત્વ શિવ સુંદર કરી શકે છે કારણ કે તે આ તમામ ચાર સિલેકટર કરતા વધુ મેચ રમ્યા છે પસંદગી સમિતિનું નેતૃત્વ કોણ કરશે તેનો નિર્ણય બીસીસીઆઇ પણ આજ નિયમના આધાર પર કરે છે કે કયાં ખેલાડીએ કેટલી મેચ રમી છે.શિવ સુંદર દાસની વાત કરીએ તો તેમના નામે ૨૩ ટેસ્ટ,ચાર વનડે અને ત્રણ ટી ટવેન્ટી મેચ નોંધાયેલી છે આટલી ઇટરનેશલ મુકાબલા કોઇ અન્ય રમ્યા નથી.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સીરીજની બે મેચો પુરૂ થઇ છે.ત્રીજી મેચ એક માર્ચે શરૂ થશે આ દરમિયાન લાંબો બ્રેક રહેશે આ દરમિયાન ટીમની જાહેરાત પણ કરી દેવામાં આવશે ત્યારબાદ ઓસ્ટ્રેલિયાથી જ ત્રણ વનડે મુકાબલા થશે ત્યારબાદ આઇપીએલ શરૂ થઇ જશે અને આ દરમિયાન સિલેકટર્સની કોઇ ભૂમિકા રહેતી નથી ત્યારબાદ જુનમાં વિશ્ર્વ ટેસ્ટ ચેપિયનશિપની ફાઇનલ મુકાબલો રમાશે જે ચાર જુનથી શરૂ થશે તેના માટે ભારતીય ટીમની જાહેરાત થશે અહેવાલો છે કે ડબ્લ્યુટીસીની ફાઇનલ માટે જે ટીમ ઇન્ડિયા ચુંટાશે તે પુરી સમિતિ ચુંટશે તેને લાભ એ રહેશે કે બીસીસીઆઇની પાસે પણ યોગ્ય સમય રહેશે તે યોગ્ય રીતે પુરી પ્રક્રિયાનું પાલન કરતા નવા સિલેકટરને પસંદ કરે અને ત્યારબાદ મુખ્ય સિલેકટરની પણ ચુંટણી કરવામાં આવશે.