રાજકોટ, દુલિપ ટ્રોફીમાં સેમિફાઈનલમાં પ્રવેશ મેળવનાર વેસ્ટ ઝોનની ટીમે સૌરાષ્ટ્ર ટીમના ફાસ્ટ બોલર ચેતન સાકરિયા ઈજાગ્રસ્ત થઈ જતા તેના સ્થાને મુંબઈના ફાસ્ટ બોલર તુષાર દેશપાંડેને ટીમમાં સમાવ્યો છે. ચેતન સાકરિયાને કોણીમાં ઈજા થતા તે ટૂર્નામેન્ટમાંથી બહાર થયો છે. ચેતનને ફિટ થતા હજુ બેથી ત્રણ સપ્તાહનોસ મય લાગી શકે છે. વેસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોન વચ્ચે સેમિફાઈનલ મુકાબલો રમાવાનો છે.
અગાઉ સેન્ટ્રલ ઝોને ઈસ્ટ ઝોન સામે ૧૭૦ રનથી વિજય મેળવ્યો હતો. ૨૮ વર્ષીય તુષાર દેશપાંડેને તાજેતરમાં આઈપીએલ ચેમ્પિયન બનેલી ચેન્નાઈ સુપરકિંગ્સમાંથી રમવાની તક પ્રાપ્ત થઈ હતી.
તેણે ૧૬ મેચમાં ૨૧ વિકેટ ખેડવી હતી જે સીએસકે માટે સૌથી વધુ રહી હતી અને એકંદરે આઈપીએલમાં તે સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં છઠ્ઠા ક્રમે રહ્યો હતો. દેશપાંડે ૨૯ ફર્સ્ટ ક્લાસ મેચમાં ૨૭.૭૭ની સરેરાશ તથા ૩.૧૬ની ઈકોનોમી સાથે ૮૦ વિકેટ મેળવી ચૂક્યો છે.