ચેન્નાઈ સુપર કિંગ્સ તેની છેલ્લી લીગ મેચ ૧૪ મેના રોજ ચેન્નાઈના ચેપક સ્ટેડિયમમાં રમશે.: ધોનીની છેલ્લી મેચ હોઇ શકે છે

મુંબઇ,

એમએસ ધોનીને ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધાને હવે અઢી વર્ષ થઈ ગયા છે. પરંતુ, આ અઢી વર્ષમાં એક પ્રશ્ર્ન બધાના મનમાં ઘૂમતો રહ્યો. ધોની છેલ્લી આઇપીએલ મેચ ક્યારે રમશે ? સીએસકેના એક અધિકારીએ પણ આ મોટા પ્રશ્ર્ન અંગે મોટા સંકેતો આપ્યા છે. સીએસકે અધિકારીએ ધોનીની છેલ્લી મેચની તારીખ તરફ ઈશારો કર્યો છે. તે તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે કે, ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન તેની છેલ્લી આઇપીએલ મેચ ક્યારે અને ક્યાં રમશે.

આઇપીએલ ૨૦૨૩ માટે જાહેર કરાયેલા શેડ્યૂલ મુજબ, ચેન્નાઈ સુપર કિંગ્સ તેની છેલ્લી લીગ મેચ ૧૪ મેના રોજ ચેન્નાઈના ચેપક સ્ટેડિયમમાં રમશે. આ મેચ સીએસકેની કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે થશે. હવે જો ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઓફ માટે ક્વોલિફાય નહીં થાય તો મહેન્દ્ર સિંહ ધોનીની આ છેલ્લી આઈપીએલ મેચ હોઈ શકે છે.

ધોનીની છેલ્લી આઇપીએલ મેચ વિશે, સીએસકેના અધિકારીએ કહ્યું, “હા, આ એમએસ ધોનીની છેલ્લી આઇપીએલ સિઝન હોઈ શકે છે, તેવું મને અત્યાર લાગી રહ્યું છે. પરંતુ અંતે તે તેમનો નિર્ણય હશે. તેણે અત્યાર સુધી આ અંગે સત્તાવાર રીતે કોઈ વાત કરી નથી.

તમને જણાવી દઈએ કે, ધોની ૨૦૦૮થી ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે જોડાયેલો છે. તેણે આ ટીમની કમાન સંભાળી લીધી છે. ગત સિઝનમાં તેણે રવિન્દ્ર જાડેજાને સુકાનીપદ સોંપ્યું હતું. પરંતુ ધોની અને સીએસકે મેનેજમેન્ટના આ નિર્ણયનો પલટો આવ્યો. જાડેજાની કપ્તાનીમાં ટીમને કારમી હાર મળી હતી. આવી સ્થિતિમાં, ધોનીએ ટૂર્નામેન્ટની મધ્યમાં ફરીથી સીએસકેની કમાન સંભાળી.

સીએસકેની છેલ્લી સિઝન સારી રહી ન હતી. પરંતુ આ વખતે ધોનીનો ઈરાદો પીળી જર્સી ટીમને તેની ખોવાયેલી ગરિમા પરત કરવાનો રહેશે. આઇપીએલ ૨૦૨૩માં પણ સીએસકે ખિતાબ માટે મજબૂત દાવેદાર તરીકે ઉભરી આવશે. પરંતુ, જો સીએસકે પ્લેઓફમાં નહીં પહોંચે, તો તે ચેન્નાઈમાં ૧૪ મેના રોજ કોલકાતા સામે તેની છેલ્લી મેચ રમશે, જે ધોનીની છેલ્લી આઈપીએલ મેચ પણ હોઈ શકે છે.