ચેન્નાઈમાં ૩ દિવસ સુધી વીજળી અને દૂધ વગર રહેવા મજબૂર, આજે પણ શાળા-કોલેજો બંધ

ચેન્નાઇ, ચેન્નાઈ ચક્રવાતી તોફાન મિચોંગે તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને ઓડિશામાં ભારે તબાહી મચાવી છે. ચેન્નાઈમાં પણ લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.ચક્રવાતી તોફાન પસાર થઈ ગયું છે, પરંતુ મુશ્કેલીનો અંત આવ્યો નથી. ચેન્નાઈ ના તાજા સમાચાર એ છે કે અહીંના લોકો દૂધની અછતનો સામનો કરી રહ્યા છે. લોકો ત્રણ દિવસ સુધી દૂધ વિના જીવવા મજબૂર છે. કારણ એ છે કે ઘણી જગ્યાએ પાણી છે અને તેના કારણે દૂધ કેન્દ્ર સુધી પહોંચાડી શકાયું નથી. વીજળીની પણ એવી જ હાલત છે. આજે કે કાલે પાણી ઓછુ થતા સ્થિતિ સામાન્ય થઈ જશે તેવી ધારણા છે.

દરમિયાન, ચક્રવાત મિચોંગ બાદ તમિલનાડુના ઘણા જિલ્લાઓમાં સ્થિતિ ગંભીર છે. આને યાનમાં રાખીને સરકારે ગુરુવારે ચેન્નાઈ , તિરુવલ્લુર, કાંચીપુરમ અને ચેંગલપટ્ટુમાં તમામ શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરી છે.પલ્લવરમ, તાંબરમ, વંદલુર, થિરુપોરર, ચેંગલપટ્ટુ અને તિરુકાઝુકુન્દ્રમ – છ તાલુકાઓમાં શાળાઓ અને કોલેજો ગુરુવારે બંધ રહી હતી. કાંચીપુરમના કુન્દ્રાથુર અને શ્રીપેરુમ્બુદુર બ્લોકમાં શાળાઓ અને કોલેજો પણ બંધ રહી હતી.

રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે તામિલનાડુની મુલાકાત લેશે અને સ્થિતિની સમીક્ષા કરી હતી. રાજનાથ સિંહ પૂર પ્રભાવિત વિસ્તારોના હવાઈ સર્વેક્ષણ દરમિયાન રાજ્યના નાણા પ્રધાન અને મુખ્ય સચિવ થંગમ થેન્નારાસુની સાથે હતાં.