છેલ્લા અઠવાડિયામાં દિપડાના આતંકથી લોકો ભયમાં ઘોઘંબાના કાંટાવેડા અને ગોયા સુંડલમાં બે નિર્દોષને ભોગ બનાવતા પરિવારજનો હજી પણ શોકમાં

પ્રતીકાત્મક ફોટો
  • ઘોઘંબામાં દિવસે બેફામ રીતે ફરતો માનવભક્ષી દિપડો.
  • વનકર્મીઓની સુરક્ષામાં ચૂક : આડેધડ દિપડાનો આતંક.
  • અવારનવાર દિપડા એ માનવભક્ષ કરવા સાથે પશુઓનો મારણ.
  • દિપડાના આતંક હોવા છતાં વનકર્મીઓ માનવભક્ષી દિપડાઓને ઝબ્બે કરવામાં નિષ્ફળ.
  • છેલ્લા એક અઠવાડિયામાં બે નિર્દોષ બાળકો ઉપર હુમલો કરવાના બનાવો.
  • માનવભક્ષી હુમલો ગામમાં ન પ્રવેશે તે માટે લોકોનું જાગરણ.
  • ભોગ બનનાર પરિવારજનોની દીપડાને વન વિભાગ પાંજરે પુરે તેવી માંગ.
  • છેલ્લા અઠવાડિયાથી વનકર્મીઓ દ્વારા ખૂંખાર દિપડાને શોધવાની કવાયત.

ગોધરા,
પંચમહાલ જીલ્લાના ઘોઘંબા તાલુકાના જંગલને અડીને આવેલા આંતરીયાળ વિસ્તારોમાં દિપડાના હુમલાના બનાવો વધી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં ઘોઘંબા તાલુકાના કાંટાવેડા અને ગોયાસુંડલ ગામમાં દિપડા એ બે બાળકો ઉપર દિપડાએ હુમલો કરીને મોતને ધાટ ઉતારયા હતા. આવા માનવભક્ષી દિપડાને ઝબ્બે કરવા માટે ફોરેસ્ટ વિભાગે અઠવાડિયાથી પંાજરા ગોઠવવા છતાં શિકારમાં ફસાતા નથી. તો બીજી તરફ માતા-પિતા પોતાના વ્હાલસોયા સંતાનો ગુમાયાની દુ:ખની લાગણી અનુભવીને વન વિભાગની નિષ્ક્રિયતા સામે અનેક સવાલો પૂછી રહ્યા છે. હજુ સુધી માનવભક્ષી દિપડાના હુમલાથી મોત નિપજવા પાછળ મળવા પાત્ર વળતર પણ ચુકવવામાં વન વિભાગ નિષ્ફળ પુરવાર થઈ રહ્યું છે.

પંચમહાલ જીલ્લામાં ઘોઘંબા તાલુકાના જંગલને અડીને આવેલ અંતરીયાળ ગામોમાં દિપડાના હુમલાના બનાવો વધી રહ્યા છે. જંગલ વિસ્તારોમાં માનવોની દખલગીરી વધી છે. જંગલોમા ખોરાક અને પાણીની અછત જોવા મળતા દિપડાઓ માનવ વસાહતો નજકી આવી રહ્યા છે. તેમાં હિંસક દિપડાઓ માનવ ઉપર હુમલો કરતા હોવાના અનેક બનાવો અવારનવાર સાંભળવા મળી રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયા થી ઘોઘંબા તાલુકામાં જંગલને અડીને આવેલ આંતરીયાળ ગામો દિપડાના હુમલાના બે કિસ્સાઓ બનવા પામ્યા છે. ગત તા. ૫ ડિસેમ્બરના રોજ ધોધંબાના પાલ્લા ગામના કુપેચીયા ગામના ૮ વર્ષીય પુત્ર જનક રાઠવા ઉપર અચાનક હિંસક દિપડા એ હુમલો કરીને ઈજા પહોંચાડી હતી.

ઘોઘંબા તાલુકાના કાંટાવેડા ગામે રહેતા વેચાતભાઈ નાયકનો ૮ વર્ષીય પુત્ર મેહુલ પોતાના ઘરેથી બકરા ચરાવવા માટે જંગલ નજીક જતાં દિપડા એ હુમલો કરીને મોત નિપજાવ્યું હતું. ઘરેથી બકરા ચરાવવા માટે ગયેલ બાળક ઉપર દિપડાના હિંસક હુમલામાં મોત નિપજાવવાની ઘટનાની જાણ થતાં ગ્રામજનો જંગલ તરફ દોડી જઈ રાજગઢ ફોરેસ્ટ વિભાગને જાણ કરાતા ટીમ ધટના સ્થળે દોડી આવીને હિંસક દિપડાને પાંજરે પુરવાની કવાયત હાથ ઘરી હતી. આવા ધોધંબા તાલુકામાં અઠવાડિયામાં માનવભક્ષી દિપડાએ એક સાથે બે માસૂમ બાળકોને મોતને ધાટ ઉતારયા હતા. તો પરિવારજનો આવા નિર્દોષ પોતાના વ્હાલસોયા સંતાનોનું મારણ થતાં દુ:ખના દહાડા પસાર કરી રહ્યા છે. આ ગામોમાં વનવિભાગ દ્વારા પાંજરા ગોઠવીને આવા માનવભક્ષી દિપડાને ઝબ્બે કરવા માટે વન વિભાગ આકાશ પાતાળ એક કરી રહ્યું છે. રાત વિઝન કેમેરા ગોઠવીને દિપડાના પગરવ માપવા માટેના આધુનિક સાધનોનો ઉપયોગ કરીને આ દિપડાને પાંજરે કેદ કરવા માટે ગોઠવણ થઈ છે. આ ગામોમાં ૪૦ ઉપરાંત વન વિભાગની ટીમો દિવસ રાત જંગલો ખૂંદી વળવા છતાં આજદિન સુધી આ લોહી ચાખનાર દિપડો પકડાયો નથી. તો બીજી તરફ પોતાના વ્હાલ સોયા સંતાનો મોતને ભેટયા બાદ પણ આ માનવભક્ષી દિપડો નહીં મળતા મનોમન નારાજગી અનુભવી રહ્યા છે.

વન વિભાગને હાથતાળી આપીને દિપડો પલાયન છૂ…..

દિપડાના હુમલાના બનાવો માત્ર પંચમહાલ જીલ્લાના ઘોઘંબા પુરતા સીમીત નથી. દિપડાની માનવ વસ્તીમાં રજાકની ધટનાઓ એક અઠવાડિયામાંં ઘોઘંબા તાલુકા બે ગામોમાં હિંસક હુમલો કર્યો હતો. જેમાં ગોયાસુંડલ ગામમાં પાંજરે પુરાવા માટે બકરાનું ગોઠવણ કરી હતી. પરંતુ ચાલક દિપડો કે વન વિભાગની બેદરકારીથી દિપડાએ બકરાનું મારણ કરીને નાશી છુટયો હતો. અને વનકર્મીઓ નિષ્ફળ સાબિત થઈને હાથ ધસતા થઈ ગયા હતા.

ગ્રામજનોનો નજરમાં દીપડાની અવર-જવર : કેમેરાની નજરમાં ગાયબ

ઘોઘંબા તાલુકાના વન્ય વિસ્તારોમાંથી ગામમાં ખોરાકની શોધમાં ઘુસી આવે છે. છેલ્લા એક અઠવાડીયામાં બે ગામમાં બે બાળકોને રામશરણ પહોંચાડ્યા હતા. આ આદમખોર દીપડાને ઝબ્બે કરવા માટે પાંજળા ગોઠવવા સાથે વન વિભાગે નાઇટ વિઝન કેમેરા ગોઠવવામાં આવવા છતાં હિંસક દીપડાના કોઇ એંધાણ દેખાતા નથી. પરંતુ ગ્રામજનોની નજરમાં આ માનવભક્ષી દીપડો આંટાફેરા કરી રહ્યો હોવાનું દેખા દે છે. તો વન કર્મીઓ આંખે પાટા બાંધ્યા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો.

રિપોર્ટર : યોગેશ કાનોજીયા