- રાબેતા મુજબ સરકારી કચેરી કાર્યરત રહી.
- અઙખઈ સહીતની સહકારી કચેરીઓમાં કામગીરી ચાલુ.
- ખેડુતોએ પોતાની માંગણી હોવા છતાં આંદોલનમાં જોડાયા નહીં.
- અવારનવાર માંગણી કરવા છતાં ખેડુતો સામે સરકારની અનદેખી.
- દેશવ્યાપી હડતાળ હોવા છતાં પંચમહાલમાં બજારો કાર્યરત.
- એલાનના પગલે ઠેર ઠેર પોલીસનો ચાંપતો બંદોબસ્ત.
ગોધરા,
દેશવ્યાપી ખેડુતોને અન્યાય કરતો વટહુકમ લાગવામાં આવતાં દિલ્હીમાં અનેક રાજ્યોના મોટી સંખ્યામાં ખેડુતો આંદોલન કરી રહ્યા હતા. આજે મંગળવારના રોજ દેશ વ્યાપી ભારત બંઘનું એલાન આપવામાં આવતાં જેના ભાગરૂપે પંચમહાલ જીલ્લામાં ભાજપની સરકાર હોવાના કારણે સમગ્ર આંદોલનનો ફિયાસ્કો થઈને ગોધરા સહિતના અનેક શહેરના બજારો રાબેતા મુજબ કાર્યરત રહ્યા હતા. કોંગ્રેસના બંઘ એલાનને પ્રજાએ જાકારો આપ્યો હતો.
છેલ્લા બાર દિવસ થી ખેડુત વિરૂદ્ધ લાદવામાં આવેલ કાયદો ખેડુતોને અન્યાયરૂપ ગણાઈ રહ્યો છે. જેમાં એમ.એસ.પી. ભાવ નહીં મળીને ખેડુતોને પોતાની ઉત્પાદન સામે આવક નહીંવત ગણાઈને અને આ કાયદાને નાબુદ કરવાનો મોદી સરકારનો વટ હુકમ જારી કરાયો હોવાના લઈને છેલ્લા ૧૨ દિવસથી દિલ્હીમાં દેશના મોટી સંખ્યામાં ખેડુતો આંદોલન દેખાવ કરી રહ્યા છે. મોદી સરકાર સાથે અનેકવાર મીટીંગ યોજવા છતાં કોઈ નિવડો આવેલ નથી. કૃષિ મંત્રી દ્વારા મહત્તમ ભાવ નાબૂદ નહીં થાય તેવા વાયદા કરવા છતાં ખેડુતો ટસના મસ નથી થતાં અને ખેડુત આગેવાનો દ્વારા આવા કાયદાને કાર્યરત રાખવાની માંગણી કરાઈ રહી છે. છેલ્લા ૧૨ દિવસ ઉપરાંતનો સમય વિતવા છતાં આવા આગેવાનો એ સમગ્ર દેશમાં ભારતબંઘનું એલાન આપ્યુું હતું. ભારત બંધના એલાન વચ્ચે પંચમહાલ જીલ્લો રાબેતા મુજબ કાર્યરત રહ્યો હતો. એપીએમસી, બેંકો, બસો, સરકારી કચેરીઓ રાબેતા મુજબ કાર્યરત રહી હતી. અને કોંગ્રેસના દેશવ્યાપી બંધના એલાનને જાકારો આપીને આંદોલનને નિષ્ફળ બનાવ્યું હતું. વહેલી સવારથી જ સરકારી કચેરીઓ તથા બેંકો રાબેતા મુજબ કાર્યરત રહી હતી. અને પ્રજાજનોને કોઈપણ જાતની મુશ્કેલી વિના ચાલુ રહેતા પ્રજાજનો પણ હાશકારો અનુભવી રહ્યો હતો. લાંબા સમય બાદ કોંગ્રેસે ભારત બંઘનું એલાન આપવા આવા છતાં રાબેતા મુજબ પ્રજાજનોની કોઈપણ તકલીફ વિના રાબેતા મુજબ જીવન વ્યવહાર કાર્યરત રહ્યું હતંું. આવા ભારત બંધના એલાનને પંચમહાલ જીલ્લાવાસીઓ દ્વારા નકારવામાં આવીને રાબેતા મુજબ પોતાનું લોકજીવન ચાલુ રાખ્યું હતું. કોઈપણ જાતની મુશ્કેલી વિના પ્રજાને જીવન આવશ્યક ચીજવસ્તુઓ સરળતાથી મળી રહ્યું હતું. અને આવા આંદોલન ફરી એકવાર ફગાવી દઈને પંચમહાલ જીલ્લામાં ફિયાસ્કો થયો હતો. જેનાથી કોંગ્રેસ પક્ષને ભારે આંચકો પહોંચ્યો હતો. હવે જોવું રહ્યું કે દિલ્હીમાં કૃષિમંત્રી સાથે આયોજીત બેઠકમાં વાટાધાટો પછી શું નિર્ણય આવે છે. તેના પર પંચમહાલ જીલ્લાના ખેડુતોની નજર મંડાઈ રહી છે.
ગોધરામાં ખેડુતો આંદોલનને સમર્થન આપનાર કોંંગ્રેસી આગેવાનોની પોલીસ દ્વારા અટકાયતગોધરામાં ખેડુતો આંદોલનને સમર્થન આપનાર કોંંગ્રેસી આગેવાનોની પોલીસ દ્વારા અટકાયત
દેશ વ્યાપી ખેડૂત વિરોધી કાયદાના વિરૂદ્ધમાં પંચમહાલ જિલ્લા કોંગ્રેસના આગેવાનો એ ખેડુતો સમર્થનમાં આંદોલનમાં ભાગ લીધો હતો. આ આંદોલનમાં ભાગ લેનાર પંચમહાલ જીલ્લાના કોંગ્રેસના આગેવાનોને ગોધરામાં પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવેલા આગેવાનોમાં અજિતસિંહ ભટ્ટી જીલ્લા પ્રમુખ, ઉસમાનગની બેલી, જિલ્લા માયનોરિટી ચેરમેન, રફીક ભાઈતિજોરીવાલ પ્રદેશ મંત્રી, દક્ષેશભાઈ પટેલ પ્રદેશ મંત્રી, સિદ્દીક ખાન ડેની શહેર પ્રમુખ, મીકકી જોસેફ જિલ્લા યુથ પ્રમુખ, હસન છકડા ફારૂક વોરા, સુરજ આહુજા, ફરીદભાઈ ચરખાનો સમાવેશ થાય છે.
ગોધરામાં ખડેપગે પોલીસ હાજર : કાયદો વ્યવસ્થા જળવ્યું
ખેડુતના દેશવ્યાપી હડતાળના આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે પંચમહાલમાં પણ આવા આંદોલનને સફળ ન બનાવવા માટે ભાજપા સરકારે તંત્રનો ઉપયોગ કર્યો હતો. ખેડુતો દ્વારા આવા આંદોલનને સફળ બનાવીને સરકારનું નાક ન કાપે અને કાયદો વ્યવસ્થા સામે અનેક પ્રશ્ર્નો સર્જાય તે પૂર્વે પોલીસ દ્વારા આવા આંદોલનને કચડી નાખવા માટે પોલીસે એડીચોટીનું જોર લગાવવામાં આવ્યંું હતું. પંચમહાલ જીલ્લાના પોલીસવડા દ્વારા વહેલી સવાર થી ગોધરા શહેર તથા આસપાસના વિસ્તારોમાં પહોંચી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમીક્ષા કરી હતી. પરંતુ ભગવાનની કૃપાથી કોઈ અનિચ્છનીય ન બનીને પોલીસનું આબ સચવાઈ હતી. ગોધરા શહેરમાં ઠેરઠેર વહેલી સવારથી જ પોલીસે હાજર રહીને કાયદો અને વ્યવસ્થાનું પાલન કર્યું હતું. અને આવા ભારત બંઘના એલાનને નિષ્ફળ બનાવ્યું હતું.
રેણા મોરવામાં ભારત બંધના એલાનની અસર
શહેરામાં ભારતબંધના એલાનની નહીવત અસર જોવા મળી હતી. તાલુકાના મોરવા રેણા ખાતે ખેડુતોના સર્મથનમાં બજારોબંધ રહ્યા હતા. તાલુકા કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરોને પોલીસ દ્વારા ડીટેઇન કરવામાં આવ્યા હતા. આ બંધને સમર્થન કરનાર કોંગ્રેસ અગ્રણી દુષ્યંતસિંહ ચૌહાણ, પર્વતસિંહ ચૌહાણ, કોંગ્રેસ પ્રમૂખ આરતસિંહ પટેલ, સાજીદ વલી સહિતનાઓને પોતાના નિવાસસ્થાનેથી નીકળે તે પહેલા તેમને ડીટેઈન કરીને પોલીસ મથક ખાતે લાવામાં આવ્યા હતા.
કાલોલમાં કોંગ્રેસ કાર્યકરોની અટકાયત
કાલોલ કોંગ્રેસ સમિતિના કાર્યકરો ભારત બંધના એલાનને સમર્થન આપવા સરદાર ભવન ખાતે એકત્રિત થઈ ને બંધના એલાનને સાર્થક બનાવે તે પહેલાં જ કાલોલ પોલીસ ટીમે કોંગ્રેસ ના કાર્યકરોની અટકાયત કરી હતી. જોકે કોંગ્રેસના કાર્યકરોએ ” મોદી તેરી તાણા શાહી નહીં ચલેગી ના સુત્રોચ્ચાર કર્યા હતા. જ્યારે પોલીસે કોંગ્રેસના આગેવાનોની અટકાયત કરતાં શાંતિનો માહોલ જોવા મળ્યો હતો.