- ગોધરા કોર્ટ દ્વારા ચેક રિટર્નના કેસોના ગુનેગારોમાં દાખલો બેસે તેવો મહત્વનો હુકમ કરવામાં આવેલ છે.
વિગતવાર મળેલી માહિતી મુજબ ફરિયાદી અરૂણભાઇ પ્રેમચંદ કોઠારી એ પોતાના કુલ મુખત્યાર અક્ષય અરૂણભાઇ કોઠારી રહેવાસી શ્રીજી સદન કાછિયાવાડ. ગોધરા નાઓએ આરોપી નયન ડી.કોઠારી રહેવાસી 71. એપી એમસી માર્કેટ. ગોધરા સામે કરેલી ફરિયાદમાં એવું જણાવ્યું છે કે, ફરિયાદી પાસેથી આરોપીએ પોતાના ભગવતી ટ્રેડર્સ ધંધામાં જરૂર હોવાથી રૂપિયા 11,50,000/- લીધા હતા. તે નાણાં લીધા બાબત કબુલાતનું કરાર લખી આપ્યું હતું. તે આપેલ રકમની ફરિયાદીએ ઉઘરાણી કરતા તે રકમની પરત ચુકવણી પેટે આરોપીએ ફરિયાદીને જનતા કો.ઓ.બેન્કનો રૂપિયા 11,50,000/નો ચેક લખી આપેલ હતો, પરંતુ તે ચેક ફરિયાદીએ પોતાની બેંક મારફતે ક્લિયરિંગમાં મોકલતા બેલેન્સ ન હોવાના કારણસર ચેક પરત કરેલ. તેથી કાયદેસરની નોટીસ આપવા છતાં આરોપીએ ફરિયાદીને ચેકની રકમ ચુકેવેલી નહિ.
તેથી ફરિયાદીએ ગોધરા કોર્ટમાં ચેક રિટર્ન ગુનાની ફરિયાદ દાખલ કરી હતી. આ કેસ ગોધરા કોર્ટમાં ચાલી જતા કોર્ટમાં રજુ થયેલ પુરાવાઓ અને ફરિયાદી તરફે એડવોકેટ અશોક સામતાણીની દલીલોને દયાનમાં લઈને ગોધરાના ચોથા જયુ.મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ જજ પ્રકાશચંદ્ર એમ.કામદારએ આરોપીને ચેક રિટર્ન થવાના ગુનામાં કસુરવાન ઠરાવીને આરોપી નયન કોઠારીને બે વર્ષની કેદની સજા ભોગવવાનું અને ફરિયાદીને રૂપિયા 11,50,000/- રકમ વળતર અને જો વળતર રકમ ન ભરે તો વધુ 3 મહિનાની સજાનો દાખલો બેસાડતો હુકમ કરેલ છે.