
ગોધરા, મોરવા(હ)ના કડાદરા ગામે રહેતા એક ઈસમે રૂા.2,15,000/-નો ચેક પરત ફરતા વિશ્ર્વાસધાત સંબંધે ધી નેગોશીયેબલ ઈન્સ્ટુમેન્ટ એકટ મુજબ કેસ ચાલી જતાંં અદાલતે તેઓને 3 માસની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે.
ગોધરાના વાડી ફળીયા ચિત્રા સિનેમા ખાતે રહેતા સંજયભાઇ મણીલાલ શ્રીમાળીએ મોરવા(હ)ના કડાદરા ગામે રહેતા આરોપી ગલાભાઈ વણકરને 24 માસના પરત આપવાની ખાતરી મુજબ રૂપીયા 2,15,000/-આપ્યા હતા. અવાનવાર માંંગણી બાદ આરોપી દ્વારા આપવામાં આવેલ ચેક જમા થતાં પરત આવ્યો હતો. ચેક નામંજુર થતાં અગાઉ નોટીસ આપ્યા બાદ કોઇ પરિણામ ન આવતાં ફરિયાદીએ આરોપી વિરૂદ્ધ ધી નેગોશીયેબલ ઈન્સ્ટુમેન્ટ એકટ મુજબ ફરિયાદ દાખલ કરતાં આ કેસ અદાલતમાં ચાલી ગયો હતો. જેમાં આ કામના આરોપી ગલાભાઇ ધુળાભાઇ વણકર, રહે.વણકર ફળીયું, મું. કડાદરા, તા. મોરવા(હ), જી.પંચમહાલનાઓએ ક્રિ.પો.કોડની કલમ 262(ર) અન્વયે ધી નેગોશીયેબલ ઈન્સ્ટુમેન્ટ એકટની કલમ 138 અન્વયે દોષિત ઠેરવીને 3 મહિનાની સાદી ફરિયાદની સજા તથા આરોપીએ ફરિયાદ દાખલ થયાની તારીખ થી 9 ટકા સાદા વ્યાજ સાથે ચેકની રૂા. 2,15,000/- ફરિયાદીને વળતર પેટે ચુકવી આપવાનો આદેશ કરવામાંં આવે છે. જો આરોપી આ રકમ ભરવામાંં કસુર કરે તો આરોપીને વધુ 3 મહિનાની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવેલ છે. તથા આ કામના આરોપી ચુકાદાની પ્રસિદ્ધી વખતે હાજર રહેતા ન હોય તો તેમની વિરૂદ્ધ વોરંટ કાઢવાનો હુકમ કરવામાં આવે છે. આ વોરંટ અસરકારક બજવણી માટે જીલ્લા પોલીસ અધિક્ષક પંચમહાલને હુકમની યાદી મોકલવાનો હુકમ કરવામાં આવેલ છે. વધુમાં વોરંંટની બજવણી ના થાય તો ત્યાંં સુધી દર 3 મહિને પ્રગતિ અહેવાલ અદાલતને મોકલી આપવા બીજા એડી.સિવિલ જજ અને જયુડિશીયલ મેજી. ફ.ક.ગોધરાનાઓના હુકમથી ફફડાટ વ્યાપી ગયો છે.