ચેક રીર્ટન કેસમાં આરોપીને 3 માસની સજા અને 1,40,000/-રૂા. 9 % વ્યાજ સહિત ચુકવવાનો હુકમ

શહેરા શિવમ સોસાયટીમાં રહેતા ફરિયાદી પુષ્પાબેન હરેશભાઇ ભગત પાસેથી આરોપી દર્શન હિરેનભાઈ આચાર્ય (રહે. હોળી ચકલા, શહેરા) એ મકાન બાંધકામના કોન્ટ્રાકટ પેટે 1,75,000/-રૂપીયા એડવાન્સ લીધા હતા અને કોન્ટ્રાકટ છોડી દેતાં એડવાન્સ પેટે આપેલ રૂપીયાની માંગણી કરતાં 1,75,000/-નો ચેક લખી આપ્યો હતો. ચેક બેંકમાં બાઉન્સ થયેલ હોય આ બાબતે કોર્ટમાં ચેક રીર્ટન ફરિયાદ કરેલ આ કેશ કોર્ટમાં ચાલી જતાં આરોપીને કસુરવાન ઠરાવીને 3 માસની સજા અને ફરિયાદીને 1,40,000/-રૂપીયા ચુકવવાનો આદેશ કરવામાં આવ્યો.

શહેરા ખાતે રહેતા પુષ્પાબેન હરેશભાઇ ભગત પાસેથી દર્શન હિેરેનભાઇ આચાર્યએ મકાન બાંધકામના કોન્ટ્રાકટ પેટે 1,75,000/-રૂપીયા એડવાન્સ લીધા હતા અને પરંતુ પાછળથી કોન્ટ્રાકટ છોડી દીધેલ હતા. એડવાન્ડસ રકમની ઉધરાણી કરતાં આરોપીએ 1,75,000/-રૂપીયાનો ચુક લખી આપેલ આ ચેક બેંકમાં રજુ કરતાં બેલેન્સ ન હોવાથી બાઉન્સ થયેલ હતો. આ ફરિયાદીએ કોર્ટમાં ચેક રીર્ટન ગુનો દાખેલ કરેલ હતો. આ કેશ ત્રીજા જયુડિશીયલ મેજીસ્ટેટ ફસ્ટ કલાસ જજ એ.વી.વર્માની કોર્ટમાં ચાલી જતાં ફરિયાદીના એડવોકેટ અશોક સામતાણીની દલીલોને ધ્યાને લઈ આરોપીને કસુરવાન ઠરાવીને આરોપી દર્શન હિરેનભાઇ આચાર્યને 3 માસ કેદ સજા અને ફરિયાદીને 1,40,000/-રૂપીયા વાર્ષિક 9 ટકાના વ્યાજ સહિત વળતર અને વળતર ન ભરે તો 30 દિવસની સજાનો દાખલો બેસાડતા હુકમ કરવામાં આવ્યો.