છેલ્લા ૩૫ વર્ષોથી યુએસ ચૂંટણીની સટીક ભવિષ્યવાણી કરનારે કહૃાું ડોનાલ્ડ ટ્રમ્પ પહેલા એવા રાષ્ટ્રપતિ હશે, જેઓ ફરીથી રાષ્ટ્રપતિ તરીકે નહીં ચૂંટાઈ શકે


વોશિંગટન
અમેરિકાની ચૂંટણી પર દૃુનિયા આખીની નજર છે. અનેક લોકો રાષ્ટ્રપતિ કોણ બનશે તેને લઈને ભવિષ્યવાણી કરી રહૃાાં છે. પરંતુ સૌકોઈની નજર એક એવા વ્યક્તિ પર છે જે છેલ્લા ૩૫ વર્ષથી સટિક ભવિષ્યવાણી કરી રહૃાો છે. આ વ્યક્ત્તિની ભવિષ્યવાણી આજ સુધી ક્યારેય ખોટી ઠરી નથી. વર્ષ ૧૯૮૪થી ભવિષ્યવાણી કરી રહેલા આ વ્યક્તિનું નામ છે એલન લિચમેન. લિચમેન ઈતિહાસના પ્રોફેસર છે. તેમની ગણતરી દૃુનિયાના એ ગણતરીના નિષ્ણાંતોમાં થાય છે જે છેલ્લા ૩૫ વર્ષોથી અમેરિકાની તમામ ચૂંટણીની એકદમ સટીક ભવિષ્યવાણી કરી રહૃાાં છે.

એલન લિચમેને આ વખતે ઐતિહાસિક ભવિષ્યવાણી કરી છે. આ વર્ષે વ્હાઈટ હાઉસની રેસ હાલના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બિડેન વચ્ચે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ લિચમેને ચૂંટણી ભવિષ્યવાણી માટે નામની એક સિસ્ટમ વિક્સિત કરી છે. જેને ૧૩ કી મોડલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમણે આ માટે ૧૩ સવાલો એટલે કે મુદ્દાઓનું એક ખાસ મોડલ તૈયાર કર્યું છે.

જેમનો તેઓ સાચા કે ખોટાના આધારે જવાબ આપે છે. ત્યારબાદ તેના દ્વારા જ તેઓ આગામી રાષ્ટ્રપતિની ભવિષ્યવાણી કરે છે. આ મોડલ મુજબ જો મોટાભાગના સવાલોના જવાબ ‘હા મળે તો હાલના રાષ્ટ્રપતિ જ ચૂંટાઈ આવે છે. જો જવાબ ‘ના માં મળે તો અમેરિકાને નવા રાષ્ટ્રપતિ મળે છે. લિચમેનનું કહેવું છે કે આ વર્ષે તેમણે પોતાના ૧૩ કી મોડલમાં ૭ સવાલોના જવાબ ‘ના અને ૬ સવાલોના જવાબ ‘હામાં મળ્યા છે. તેમના જણાવ્યાં મુજબ ૧૯૯૨ બાદ ડોનાલ્ડ ટ્રમ્પ પહેલા એવા રાષ્ટ્રપતિ હશે, જેઓ ફરીથી રાષ્ટ્રપતિ તરીકે નહીં ચૂંટાઈ શકે. ૧૯૯૨માં બિલ ક્લિન્ટને તત્કાલિન રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ બુશને હરાવ્યા હતા. ત્યારથી લઈને ૨૦૧૫ સુધી અમેરિકાના તમામ રાષ્ટ્રપતિ બે ટર્મ માટે ચૂંટાઈ આવ્યા છે. પરંતુ લિચમેનના જણાવ્યા પ્રમાણે આ વખતે ડૉનાલ્ડ ટ્રમ્પનું ફરીથી રાષ્ટ્રપતિ પદે ચૂંટાવવું લગભગ અશક્ય છે. ૧૯૯૨ બાદ મહાશક્તિ અમેરિકાને એક જ ટર્મ બાદ નવા રાષ્ટ્રપતિ મળી શકે છે.