નવીદિલ્હી,સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે, ચાર્જશીટ સંબંધીત ઓથોરીટીની મંજુરી વગર દાખલ કરવામાં આવી હોવાના આધારે આરોપી નડિફોલ્ટ જામીનથનો હકદાર બની જતો નથી. ચીફ જસ્ટીસ ડી.વાય.ચંદ્રચૂડ અને જજ જે.બી.પારડીવાલાની બેન્ચે અધુરી ચાર્જશીટના મામલે મહત્વનો ચુકાદો આપ્યો હતો. બેન્ચે જણાવ્યું હતું કે, ચાર્જશીટ માટે સંબંધીત ઓથોરીટીની મંજુરી જરૂરી હતી કે નહીં એ પ્રશ્ર્નનો નિર્ણય ગુનાની સુનાવણી વખતે જરૂરી નથી. ફરિયાદ વખતે આ બાબતનું યાન રાખવાનું હોય છે.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, સીઆરપીસીની કલમ ૧૬૭માં નડિફોલ્ટ જામીનથની જોગવાઈ છે. તપાસ નિર્ધારિત સમયમાં પુરી ન થાય તો આ કલમ આરોપીને જામીન પર છોડવાની મંજુરી આપે છે. કલમ ૧૬૭નો હેતુ તપાસ નિર્ધારિત સમયમાં પુરી થાય તે નિશ્ર્ચિત કરવાનો છે. જોગવાઈ અનુસાર તપાસ ૨૪ કલાકમાં પુરી થવી જોઈએ. કલમ ૧૬૭(૧) અનુસાર તપાસ ૨૪ કલાકની મુદતમાં પુરી ન થઈ શકે તો તે મેજીસ્ટ્રેટને મોકલવો જોઈએ. આરોપોની કેદમાં મોકલવાનો નિર્ણય મેજીસ્ટ્રેટ કરશે. સુપ્રીમ કોર્ટની બેન્ચે જણાવ્યું હતું કે,
હાલના કેસમાં ચાર્જશીટ ૧૮૦ દિવસની નિર્ધારિત મુદતમાં દાખલ કરવામાં આવી હોવાનો તર્ક આપવામાં આવ્યો હતો. જો કે, તેને સંબંધીત ઓથોરીટીની મંજુરી વગર દાખલ કરવામાં આવી હતી. એટલે ચાર્જશીટ અધુરી હતી અને નિર્ધારિત મુદતમાં દાખલ કરવામાં આવી ન હતી. બેન્ચે જણાવ્યું હતું કે, નમંજુરી વગર દાખલ કરાયેલી ચાર્જશીટ નિર્ધારિત મુદતમાં દાખલ કરવામાં આવી હતી. મંજુરીની જરૂર છે કે નહીં તેનો નિર્ણય ગુનાને સાંભળ્યા પછી કરવામાં આવે છે. ગુનો સાંભળ્યા પછી અને ગુનો થયો સ્પષ્ટ થયા પછી વ્યક્તિ પર આરોપો ઘડવાની શરૂઆત થાય છે.