ગોધરા, છેલ્લા કેટલાક સમયથી ગોધરા શહેરની નજીક આવેલ તાલુકાના નાની કાંટડી ગામે આવેલ જમીનનું પ્રકરણ ચર્ચાસ્પપદ બનેલ છે. ત્યારે નાની કાંંટડી ખાતે આવેલ રે.સર્વે નંં.42/3 પૈકી 51વાળી જમીન સંબંધે ખોટું પેઢીનામું બનાવી પેઢીનામામાં દર્શાવેલ માણસોની ખોટા પ્રમાાણપત્રો બનાવી સાચા તરીકે ઉપયોગક કરી સસ્તામાં વેચાણ કર્યાની ફરિયાદ 11 ઇસમો વિરૂદ્ધ ગોધરા શહેર બી ડીવીઝન પોલીસ મથકે નોંધાવા પામી છે. ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરતાં કૌભાંંડકારોમાંં નાસભાગ મચી ગઈ છે.
દાહોદના સ્ટેશન રોડ ખાતે રહેતા ખુરશેદ સૌરાબજી ભેંસાણીયા (પારસી) દ્વારા બી ડીવીઝન પોલીસ મથકે આપેલી ફરિયાદમાંં જણાવ્યા અનુસાર ગોધરા તાલુકાના નાની કાંટડી ગામની (1) ખાતા નંબર 230 ના 2ે.સ. નં.42/3 પૈકી 51 હેકટર 25-00-97, (2) ખાતા નંબર 238 ના રે.સ.નં.ર21/1 પૈકી 9 હેકટર 2.30.67, (3) ખાતા નંબર 238 ના રે.સ.નં.42/1 પૈકી 49 હેકટર 7.40.66 ની જમીન બાબતે મારા નામે કુલમુખત્યારનામુ કરી આપેલ હતું. અમોને કુલમુખત્યારનામુ કરી આપતા અમોએ આ ખોટા પેઢીનામા તથા ખોટા મરણપ્રમાણપત્રો બાબતે તપાસ કરવા માટે ગોધરા તાલુકાના નાની કાંટડી ગામે ઉપરોકત ખાતા નંબરની વિવિધ જમીન બાબતે ડેલ્ઝાડ રોહીન્ટન અંકલેશ્ર્વરીયા નાઓએ અન્ય ઇસમો સાથે મળી ખોટું પેઢીનામું બનાવી પેઢીનામામાં દર્શાવેલ પૂર્વજોના ખોટા મરણપ્રમાણપત્રો બનાવી પોતાના નામે વારસાઇ કરાવેલ હોય જે વારસાઇ આધારે ખાતા નંબર 230ના રે.સ.નં.42/3 પૈકી 51 15(પંદર) હેકટરની જમીન વેચાણ કરેલ હોવાના આક્ષેપો સહની અરજી અમોએ કલેકટર અને જીલ્લા મેજીસ્ટ્રેટ પંચમહાલ ગોધરા નાઓની કચેરી ખાતે કરેલ હતી. જે અરજીની તપાસ દરમ્યાન ડેલ્ઝાડ રોહીન્ટન એકલેશ્ર્વરીયાનાઓએ (રહે.8/2302, ગોપીપુરા, પારસીવાડ, સુરત) નાઓએ બિનીતભાઇ શૈલેષભાઇ નાણાવટી (રહે. લાસલ એપાર્ટમેન્ટ, પાર્લે પોઇન્ટ અઠવા લાઉન્સ, સુરત જી. સુરત) તથા રફીક એહમદ ઈબાહીમ (રહે.કસીમાબાદ સોસાયટી, કાલોલ, જી.પંચમહાલ) તથા ઇકબાલ અહેમદ મેદા (રહે. મેંદા પ્લોટ, અબુબકર મસ્જીદની બાજુમાં, ગૌધરા, જી.પંચમહાલ) નાઓ સાથે મળી પૂર્વ આયોજીત કાવતરૂ રચી ગોધરા તાલુકાના નાની કાંટડી ગામે આવેલ (1) ખાતા નંબર 230ના 2ે.સ.નં.42/3 પૈકી 51 હેકટર 25-00-97, (2) ખાતા નંબર 238 ના રે.સ.નં.21/1 પૈકી 9 હેકટર 2.30.67, (3) ખાતા નંબર 238ના 2ે.સ.નં.42/1 પૈકી 49 હેકટ2 7.40.66ની જમીનના સંબંધે ગત તા. 05/10/2021 નારોજ ખોટુ પેઢીનામું બનાવી પેઢીનામામાં દર્શાવેલ પૂર્વજોના ખોટા મરણ પ્રમાણપત્રો બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી ડેલ્ઝાડના નામ ઉપર વારસાઇ કરી કરાવેલ અને ઉપરોકત જમીન પૈકી ખાતા નંબર 230ના 2ે.સ.નં.42/3 પૈકી 51 ની જમીન વેચાણ કરવા સારૂં જમીન ખરીદનાર સાદિક અબ્દુલરઝાક અંધી (રહે. વ્હોરવાડ, પાણીની ટાંકી સામે, વ્હોરા અંજુમન દવાખાનાની બાજુમાં ગોધરા) નાઓને જમીન સસ્તા ભાવે ખરીદવા માટે તૈયાર કરેલ અને જમીન ખરીદનારને ઉપરોકત ખોટું કર્યા અંગેની જાણ હોવા છતાં આર્થિક લાભ મેળવવાના હેતુથી પોતાના કુટુંબીજનો (1) સહલ સાદિક અંધી, (2) લુકમાન સાદિક અંધી, (3) ખાલીદ અબ્દુલ રઝાક અંધી, (4) કાસીમ અબ્દુલ રઝાક અંધી, (5) તાહિર અબ્દુલ રઝાક અંધી, (6) ઉમરફારૂક અબ્દુલ રઝાક અંધી (તમામ રહે. વ્હોરવાડ, પાણીની ટાંકી સામે, અંજુમન દવાખાનાની બાજુમાં ગોધરા, જી.પંચમહાલ) નાઓને જમીન ખરીદવા તૈયાર કરી આર્થિક લાભ મેળવવાનો સામાન્ય ઇરાદો પાર પાડવા માટે ઉપરોકત તમામ ઇસમોએ ગુનાહિત કૃત્ય કરેલ હોય (1) ડેલ્ઝાડ રોહીન્ટન અંકલેશ્ર્વરીયાનાઓએ, (2) બિનીતભાઇ શૈલેષભાઇ નાણાવટી (રહે.લાસલ એપાર્ટમેન્ટ, પાર્લે પોઇન્ટ અઠવા, લાઉન્સ સુરત, જી.સુરત) તથા (3) રફીક એહ મદ ઇબ્રાહીમ મલેક (મુળ રહે. વાડદ, તા. ગળતેશ્ર્વર જી.ખેડા, હાલ રહે.કસીમાબાદ સોસાયટી, તા.કાલોલ, જી. પંચમહાલ) તથા (4) ઇકબાલ અહેમદ મેંદા (રહે.મેંદા પ્લોટ અબુબકર મસ્જીદની બાજુમાં ગોધરા, પંચમહાલ) (5) સાદિકઅબ્દુલ રઝાક અંધી (રહે. વ્હોરવાડ પાણીની ટાંકી સામે વ્હોરા અંજુમન દવાખાનાની બાજુમાં ગોધરા), (6) સહલ સાદિક અં ધી (7) લુકમાન સાદિક અંધી (8) ખાલીદ અબ્દુલ રઝાક અંધી (9) કાસીમ અબ્દુલરઝાક અંધી (10) તાહિર અબ્દુલ રઝાક અંધી (11) ઉમર ફારૂક અબ્દુલ રઝાક અંધી તેમજ તેમાં સીધી તેમજ આડકતરી રીતે સામેલ હોય તેઓની સામે તથા તપાસ દરમ્યાન માલુમ પડે તેવા તમામ ઇસમો વિરૂદ્ધ કલેકટર ગોધરા નાઓની કચેરીના ક્રમાંક નંબર: જમન-2 એસ.આઇ.ટી./વશી/438 થી 439/2023 તા.07/10/2023 નાપત્ર આધારે ફરિયાદની માંંગ કરનાર ખુરશેદ સૌરાબજી ભેસાણીયાની ફરિયાદના આધારે ગોધરા બી ડીવીઝન પોલીસે ગુન્હો નોંંધીને આગળની કાર્યવાહી આવી છે.