ચાર સંતાનો સાથે માતાએ કૂવામાં ઝંપલાવ્યું, પાંચેયના મોત:જામનગરના ધ્રોલ તાલુકાની ઘટના, તમામના મૃતદેહોને પીએમ માટે ખસેડાયા

જામનગર જિલ્લાનાં ધ્રોલ તાલુકાના સુમરા ગામે ચાર સંતાનો સાથે માતાએ આપઘાત કરી લીધો હતો. ઘટનાના જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

જામનગરના ધ્રોલ તાલુકાના સુમરા ગામમાં આપઘાતની હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. સુમરા ગામમાં રહેતી પરિણીતાએ ચાર સંતાનો સાથે કૂવામાં ઝંપલાવતા પાંચેયના મોત નિપજ્યા છે. તમામના મૃતદેહોને ધ્રોલ સીએચસી ખસેડવામાં આવ્યા છે. પોલીસ કાફલો પણ હોસ્પિટલ પહોંચ્યો છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. હાલ આપઘાત પાછળનું કારણ સામે આવ્યું નથી.