દેહરાદૂન, બદ્રીનાથ અને કેદારનાથ ધામના દરવાજા ખોલવાની તારીખ જાહેર કરવામાં આવી છે. ગંગોત્રી અને યમુનોત્રીની તારીખો હજુ બાકી છે. આવી સ્થિતિમાં પ્રવાસન વિકાસ પરિષદ માર્ચના છેલ્લા સપ્તાહથી ચારધામ યાત્રા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ કરશે.
બદ્રીનાથના દરવાજા ૧૨મી મેના રોજ ખુલશે અને કેદારનાથના દરવાજા ૧૦મી મેના રોજ ખુલશે. જો બોર્ડના સૂત્રોનું માનીએ તો ૠષિકેશ ટ્રાન્ઝિટ કેમ્પ અને અન્ય સ્થળોએ ૧૫ એપ્રિલથી ઑફલાઇન રજિસ્ટ્રેશન શરૂ થઈ શકે છે. આ માટે ટુરિઝમ ડેવલપમેન્ટ એજન્સીએ બે દિવસ સુધી ઓફલાઈન રજીસ્ટ્રેશનની ટ્રાયલ કરવાની રહેશે.
એડિશનલ ડાયરેક્ટર, ઉત્તરાખંડ ટૂરિઝમ ડેવલપમેન્ટ કાઉન્સિલ વાયએસ ગંગવારે કહ્યું હતું કે અક્ષય તૃતીયા ૧૦ અને ૧૧ મેના રોજ છે. ગંગોત્રી અને યમુનોત્રી મંદિર સમિતિ દ્વારા દરવાજા ખોલવાની સત્તાવાર તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. તારીખ જાહેર થયા બાદ જ ચારધામ યાત્રા માટે ઓનલાઈન અને ઓફલાઈન રજીસ્ટ્રેશનની મૂળ તારીખ જાહેર કરવામાં આવશે. ઓનલાઈન નોંધણી માર્ચના છેલ્લા સપ્તાહમાં શરૂ થશે અને એપ્રિલના મયમાં ૠષિકેશ ટ્રાન્ઝિટ કેમ્પ અને અન્ય સ્થળોએ નોંધણી શરૂ થશે. હજી સુધી, ગંગોત્રી અને યમુનોત્રી મંદિર સમિતિ દ્વારા દરવાજા ખોલવાની તારીખ સત્તાવાર રીતે નક્કી કરવામાં આવી નથી. ઓનલાઈન રજીસ્ટ્રેશન માર્ચના છેલ્લા સપ્તાહથી શરૂ થશે. ઓફલાઈન રજીસ્ટ્રેશન ૧૫ એપ્રિલ પછી શરૂ થશે.