કેદારનાથનાં દર્શન કરવામાં ૪૮ વર્ષના સચિન ડબરાલે આટલી મહેનત ક્યારેય કરવી પડી નથી. સતત કેટલીય વાર કેદારનાથનાં દર્શન કરી ચૂકેલા સચિનનું કહેવું છે કે આટલી ભીડ તેણે પહેલી વાર જોઈ. આંકડા સચિનને સાચો સાબિત કરે છે. ગત ૧૦ મેથી ચારધામ યાત્રા શરૂ થઈ છે અને એક અઠવાડિયામાં જ ૪.૦૧ લાખથી વધારે શ્રદ્ઘાળુઓ ચાર ધામોનાં દર્શન કરી ચૂક્યા છે, જ્યારે ગયા વર્ષે આ અવધિમાં ૨.૫૮ લાખ યાત્રીઓએ દર્શન કર્યાં હતાં. શરૂઆતી આંકડાને આધાર માનીે તો આ વર્ષે સંખ્યા પાછલા તમામ રેકોર્ડને વસ્ત કરીને ૭૫ લાખને પાર કરી શકે છે. ગયા વર્ષે ૫૪.૮૨ લાખ શ્રદ્ઘાળુ આવ્યા હતા.
કોઈ જમાનામાં કેદારનાથ અને બદરીનાથ ધામની યાત્રા પગપાળા જ કરવામાં આવતી હતી. ત્યારે ના સડકો હતી કે ના ઠેર-ઠેર બજાર. તીર્થયાત્રી પોતાના ઓઢવા-પાથરવાનાં સાધનો ઉપરાંત જરૂરી રાશન પણ પીઠ પર લાદીને ચાલતા હતા અને કોઈ પડાવ પર પહોંચીને જાતે જ ભોજન બનાતવા હતા અને જમીન પર સૂઈ જતા. બીજી સવારે મળસ્કે જ ફરીથી યાત્રા ચાલુ થઈ જતી. મહિનાઓ સુધી પગપાળા સફર કર્યા બાદ તેઓ ઘરે પાછા ફરતા. કેટલાક તો રસ્તામાં જ મોતને ભેટતા. કેટલાય મહિના સુધી ઘરે પાછા ન ફરનારાને મૃતક માનીને અંતિમ સંસ્કાર પણ કરી દેવામાં આવતા. સુવિધાઓ શું વધી, હવે લોકો એક જ દિવસમાં કોઈ ધામનાં દર્શન કરી પાછા ફરવા માગે છે.
અસલમાં દેશ-વિદેશના કરોડો લોકો ઉત્તરાખંડના ચારધામ – ગંગોત્રી, યમુનોત્રી, બદરીનાથ અને કેદારનાથનાં દર્શન લાભ લેવાની કામના ધરાવે છે. આ દિવસોમાં ભારે ભીડ ઉમટે છે. કારણ કે શિયાળામાં બરફવર્ષાને કારણે લગભગ છ મહિના ચારેય ધામોનાં કપાટ બંધ રહે છે. એપ્રિલ-મેથી લઈને નવેમ્બર સુધી ચાલનારી આ યાત્રા વચ્ચે લગભગ ત્રણ મહિના વરસાદને કારણે બાધિત રહે છે. ચોમાસા દરમ્યાન પહાડો પર ભૂસ્ખલનથી સડકો બંધ થવાનો ખતરો પણ તોળાતો હોય છે. આ દરમ્યાન યાત્રા કરવી ભારે જોખમી હોયછે. ૧૫ જૂન બાદ ચોમાસું સક્રિય થતાં જ મુશ્કેલીઓ શરૂ થઈ જાય છે.
કેદારનાથમાં ૨૦૧૩ની ૧૬-૧૭ જૂનની તબાહી યાદ કરીને આજે પણ રૂવાડાં ઊભાં થઈ જાય છે. ત્યારે ચોમાસાની શરૂઆતમાં જ ચૌરાબાડી સરોવર તૂટવાથી પાણીના ભારે વહેણમાં હજારો ટન કાટમાળ વહી ગયો હતો. કેદારનાથ અને તેના રસ્તામાં જમા હજારો લોકોને આ કાટમાળ પોતાની સાથે ઢસડી ગયો હતો. તેથી મેથી ૧૫ જૂન અને સપ્ટેમ્બરના અંતથી નવેમ્બરની શરૂઆત સુધી લગભગ ત્રણ મહિના યાત્રા માટે યોગ્ય રહે છે. આ મહિનામાં જ મેદાની વિસ્તારોની સ્કૂલોમાં રજાઓ હોય છે. એ પણ એક કારણ છે કે મોટાભાગના શ્રદ્ઘાળુઓની પસંદ મે-જૂનની સિઝન રહે છે. એટલે જ ચારધામ માટે આ વખતે અનુમાન કરતાં વધુ ભીડ થઈ ગઈ છે, જેને કારણે નિયંત્રણની વ્યવસ્થા પણ ખોરવાઈ ગઈ છે.
ભીડને કાબૂ કરવા માટે સરકારે ઓનલાઇન રજિસ્ટ્રેશનની વ્યવસ્થા કરી છે, પરંતુ તેને ધરાતલ પર નથી ઉતારી શકાઈ. જેમ કે કેદારનાથ જવા માટે દરરોજ ૧૮ હજાર યાત્રાળુઓની સંખ્યા નક્કી કરાઈ, પરંતુ પહેલા જ દિવસે લગભગ ૩૦ હજાર લોકો પહોંચી ગયા. શું આ વધારાના શ્રદ્ઘાળુ સ્થાનિક લોકો હતા? માત્ર નોંધાયેલા શ્રદ્ઘાળુ જ ત્યાં પહોંચે તેના માટે કોઈ સિસ્ટમ જ નહોતી? આ પ્રશ્ર્નોની જવાબદારીથી તંત્ર હાથ ઊંચા કરી દે છે. તમામ મુશ્કેલી સ્થાનિક પોલીસ પ્રશાસને વેઠવી પડે છે.
એમાં બેમત નહીં કે નાગરિક સુવિધાઓ વધવાથી ભવિષ્યમાં ભીડ હજુ પણ વધશે. તેથી તાત્કાલિક બહેતરીન યાત્રા પ્રણાલી બનાવવાની જરૂર છે. તેના માટે વૈષ્ણોદેવી, ચિંતપૂર્ણી, તિરુપતિ બાલાજી, જગન્નાથ પુરી વગેરેની વ્યવસ્થા પરથી બોધ લેવાની જરૂર છે. મંદિર પરિસરમાં ભીડ જમા કરવાને બદલે લાંબી ક્તાર લગાવવાની વ્યવસ્થા વધુ કારગત નીવડે છે. હિમાલય, ખાસ કરીને ચારધામ ક્ષેત્રને પર્યાવરણ પ્રદૂષણ જ નહીં, પણ વનિ પ્રદૂષણથી પણ બચાવવાની જરૂર છે.
ગઢવાલ કેન્દ્રીય યુનિવસટીમાં ભૂવિજ્ઞાન વિભાગના અયક્ષ પ્રોફેસર એમપીએસ બિષ્ટ અનુસાર શૈશ્ર્વ અવસ્થાને કારણે હિમાલયની પ્રાકૃતિક પ્રક્રિયાઓ ચાલુ છે. એવી જગ્યા પર માનવીય ગતિવિધિઓનું મુખ્ય કેન્દ્ર બનાવીને આપણે તેની સાથે છેડછાડ કરી રહ્યા છીએ. યાન આપો, આપણા પૂર્વજોએ ત્યાં ભવ્ય મંદિર તો બનાવ્યું, પરંતુ રહેવા માટે એક ઝૂંપડી પણ નહોતી બનાવી. આ સાધનાનું તપોસ્થળ છે. પરંતુ આજે આપણે તેને પ્રદૂષણ, હેલિકોપ્ટરો અને મનુષ્યોના ઘોંઘાટનું કેન્દ્ર બનાવી રહ્યા છે. સમય રહેતાં સચેત થઈ જવું જરૂરી છે.