મલેકપુર, મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના ચપટીયા ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી વિજય રાયજીભાઇ પટેલ દ્વારા આજરોજ કોઠંબા પોલીસ સ્ટેશનમાં હાજર થઈ તેઓ સાથે બનેલ અઘટિત ઘટનાને લઈને ચપટીયા ગામના ઈસમ વનેશ પટેલ ના હોય આવીને હું ગૌચરમાં દબાણ કરનાર નું નામ આપીશ નહીં તું જાણતો નથી, તેમ કહી તલાટી વિજય પટેલની ફેટ પકડી તને દબાણ દેખાતું નથી તેમ કહેતા બોલા ચાલી થતા પોલીસ ફરિયાદ કરવામાં આવેલ.
સવારના આશરે સાડા દશેક વાગ્યાના સુમારે હુ મારી ચપટીયા ગ્રામ પંચાયત ઉપર હાજર હતો. તે દરમ્યાન વરઘરી વિસ્તરણ અધિકારી મીલનબેન સોમસિહ રાઉલજી નાઓએ ફોન કરી જણાવેલ કે હુ ચપટીયા પંચાયત વિસ્તારમાં રહેતા વનેશકુમાર મહેન્દ્રભાઇ પટેલ નાઓએ કલેક્ટર મહીસાગર-લુણાવાડા નાઓને ચપટીયા ગ્રામ પંચાયતમાં ગૌચરમાં થયેલ દબાણ દુર કરવા બાબતે સ્વાગત ક્રાર્યકમમાં કરેલ અરજી બાબતે અરજદારનું નિવેદન લેવાનુ હોવાથી આવુ છું અને તમો અરજદાર વનેશકુમારને દબાણવાળી જગ્યાએ હાજર રાખશો તેમ જણાવતા તલાટી વિજય પટેલ એ વનેશકુમાર મહેન્દ્રભાઇ પટેલ ને નિવેદન લેવા બાબતે ફોન કરી હાજર રહેવા જણાવેલ અને વરઘરી વિભાગના વિસ્તરણ અધિકારી ગ્રામ પંચાયતે આવતા તલાટી તથા વિસ્તરણ અધિકારી તથા સરપંચ તથા ગામના પ્રવિણભાઇ ગોવિદભાઇ પટેલ તથા બે ત્રણ ગામ ના માણશો એ દબાણવાળી જગ્યા ચપટીયા પ્રાથમિક શાળાની બાજુમાં આવેલ સર્વે નં.1 ગૌચરવાળી જગ્યાએ આશરે સાડા અગિયારેક વાગ્યાના સુમારે જતા વનેશકુમાર મહેન્દ્રભાઇ પટેલ હાજર હોય તેઓએ અમોને જોઇ કહેવા લાગેલ કે દબાણ તને દેખાતુ નથી તુ મારી જોડ કેમ બોલાવે છે જે ગૌચરની જમીનનુ દબાણ કરેલ હોય તે જાતેથી જોઇ લેવુ હુ કોઇના નામ નહી આપુ તમો તેમજ સરપંચ નામ લખાવશે તેમ કહેતા તલાટી વિજય પટેલે ગૌચરની જમીનમાં દશ વર્ષ પહેલા ત્રણ મકાનનું બાધકામ થયેલ હોય તેને દુર કરવા સારૂ કરેલ કાર્યવાહીની ફાઇલ બતાવતા તેમજ તમોએ સ્વાગતમાં કલેક્ટર ને અરજી કરેલ હોય જે અરજી બાબતે તમારે કોઇ રજુઆત કરવી હોય તે વિસ્તરણ અધિકારી હાજર હોય તેઓની રૂબરૂમાં કરો તેમ કહેતા વનેશ પટેલ એ તુ દબાણ કરેલ માણસોના નામ કેમ નથી આપતા તેમ કહી ગાળાગાળી કરી ફેટ પકડી તલાટી સાથે ઝપાઝપી કરી છુટા હાથનો મારમારી મારી ફરજમાં રૂકાવટ કરેલ નજીકમાંથી ગીરીશભાઇ કાન્તીભાઇ પટેલ રહે ચપટીયા તથા ડાહ્યાભાઇ સુખાભાઇ પરમાર રહે.કડાચલા નાઓ આવી જતા તલાટી ને વધુ મારમાથી છોડાવેલ આ વખતે આ વનેશ પટેલ એ મને કહેતા હતો કે હુ તને કડાછલા ગામે નોકરી નહી કરવા દઉં ને તારી બદલી કરાવી દઇશ તેમ કહી તેના ઘર તરફ જતો રહેલ હોય જેથી તલાટી તથા પ્રવિણભાઇ ગોવિદભાઇ પટેલ રહે.ચપટીયા તથા ડાહ્યાભાઇ સુખાભાઇ પરમાર રહે.કડાચલા નાઓ સાથે કોઠંબા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરેલ છે.
વધુમાં ચપટીયા ગ્રામ પંચાયતના તલાટી વિજય પટેલ સાથે સ્વાગતમાં અરજી કરનાર કરનાર એ ફેટ પકડી અશ્ર્વભનીય વર્તન કરી ફરજમાં રૂકાવટ કરતા બનાવના પડઘા તાલુકા તેમજ જીલ્લાના તલાટી મંડળોમાં પડતા લુણાવાડા તાલુકા પંચાયતના તલાટી મંડળ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને તેમજ જીલ્લા કલેક્ટર જીલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપીને આવા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી થાય તે બાબતનું આવેદનપત્ર આપ્યું હતું આ બનાવને લઈને તલાટીઓમાં ઉગ્ર રોસ જોવા મળ્યો હતો.