આજરોજ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી અને એપેડેમિક મેડિકલ ઓફિસરના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ, સિક્લસેલ કાર્યક્રમ, રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અને NCDના સંયુક્ત ઉપક્રમે મહાલક્ષ્મી માધ્યમિક અને ઉચ્ચમાધ્યમિક શાળા ચંદવાણા ખાતે રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત આરોગ્યલક્ષી કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં વિદ્યાર્થીઓને તમાકુના વ્યસન દ્વારા થતા નુકસાન અંગે અને COTPA-2003 ના કાયદા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ સીકલસેલ,RKSK,NCD, કાઉન્સેલર અને ચંદવાના CHO દ્વારા સમજૂતી આપવામાં આવી. વિદ્યાર્થીઓને રચનાત્મક પ્રવુતિ કરાવી બને વિભાગના પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરે આવેલા બાળકોને ઇનામ વિતરણ તેમજ ભાગ લીધેલ તમામ બાળકોને પ્રોત્સાહન ઇનામ તરીકે બોલપેન આપવામાં આવી. શાળાના આચાર્ય તેમજ તેમનાં શિક્ષકગણ દ્વારા કાર્યક્રમમાં ભાગ લીધો. જીલ્લા તમાકુ નિયંત્રણ એકમ-આરોગ્ય શાખા, જીલ્લા પંચાયત, દાહોદ