ચંદ્રયાન-૩નું ચાંદ પર સફળતાપૂર્વક લેન્ડીંગ: ચાંદ પર લહેરાયો તિરંગો, સાઉથ પોલ પર ઉતરનાર પહેલો દેશ બન્યો ભારત,દેશભરમાં ઉજવણી કરવામાં આવી

  • ૧૪૦ કરોડ ભારતીયોને અભિનંદન,ભારતે ઇતિહાસ રચી દીધો છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

નવીદિલ્હી, ચંદ્રયાન-૩એ ચાંદની જમીન પર સફળ લેન્ડીંગ કર્યું હતું.આ સફળતા હાંસલ કરનાર ભારત દૂનિયાનો ચોથો દેશ બની ગયો છે.ચંદ્રયાન ૩ના લોન્ચીંગની શરૂઆત ૫.૩૦ કલાકે શરૂ થઇ હતી રફ લેન્ડીંગ ખુબ જ સફળતા પૂર્વક રહી ત્યારબાદ ૫.૪૫ કલાકે લેન્ડીંગે લેન્ડરે વર્ટિકલ લેન્ડીંગ કર્યું ત્યારે ચંદ્રયાન ૩ની ચંદ્રમાથી અંતર ૩ કિમી રહી ગઇ હતી તેની ૨૦ મિનિટમાં ચંદ્રમાની અંતિમ કક્ષાથી ચંદ્રયાન ૩એ ૨૫ કિમીનું સફળ પુરૂ કર્યું ત્યારબાદ લેડરને ધીમે ધીમે નીચે ઉતારવામાં આવ્યું સાંજે ૬.૦૪ મિનિટે લેંડરે ચાંદ પર પહેલો પગ મુકયો આ રીતે ભારતે ચાંદના સાઉથ પોલ પર પગલુ મુકનાર ભારત દુનિયાનો પહેલો દેશ બની ગયો છે. ૪૦ કરોડ લોકોની પ્રાર્થના અને ઇસરોના સાતા ૧૬ હજાર વૈજ્ઞાનિકોની ચાર વર્ષની મહેનત રંગ લાવી છે હવે પુરી દુનિયા જ નહીં ચાંદ પણ ભારતની મુઠ્ઠીમાં છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોહાન્સબર્ગથી વર્ચુઅલી લોન્ચીગ પ્રસંગે હાજર રહ્યાં હતાં ચંદ્રમા પર વિક્રમ લેન્ડીંગ જોવા માટે દિલ્હીમાં સીઆરઆઇઆર મુખ્ય મથકે કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી હાજર રહ્યાં હતાં મિશન સફળ થતાં જ દેશભરમાં ઉજવણી શરૂ કરવામાં આવી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇસરોની સફળતા બાદ વડાપ્રધાને કહ્યું હતું કે આ સફળ મિશન પર ભારત જીતની ઉજવણીમાં ડુબેલુું છે જયારે આપણે આપણી આંખોની સામે ઇતિહાસ બનતા જોઇએ છીએ તો જીવન ધન્ય થઇ જાય છે આ ક્ષણ વિકસિત ભારતના શંખનાદનો છે.તેમણે સફળ લેન્ડીંગ માટે અભિનંદન પાઠવ્યા હતાં.તેમણે કહ્યું હતું કે ચંદા મામા હવે દુરના નહીં ટુરના છે તેમણે કહ્યું હતું કે આ ક્ષણ ભારતના સામર્થ્યનો છે આ ક્ષણ ભારતમાં નવી ઉર્જા,નવો વિશ્ર્વાસ નવી ચેતનાનો છે આ ક્ષણ અવિસ્મરણીય છે આ ક્ષણ નવા ભારતના જયધોષનો છે. આ ક્ષણ જીતના ચંદ્ર પટ પર ચાલવાનો છે આપણે ધરતી પર સંકલ્પ લીધો અને ચાંદ પર તેને સાકાર કર્યો આપણે અંતરિક્ષમાં નવા ભારતની નવી ઉડાનના સાક્ષી બનેલ છે વડાપ્રધાને ઇસરોના પ્રમુખ સાથે ફોન પર વાતચીત કરી હતી અને અભિનંદન પાઠવ્યા હતાં મારા તરફથી તમને તમારી ટીમને ખુબ ખુબ અભિનંદન બધાને મારા તરફથી અભિનંદન હું રૂબરૂમાં પણ અભિનંદન આપીશ.

લોન્ચીંગની સફળતા બાદ તરત જ નાગરિકો માર્ગો ઉપર ઉતરી આવ્યા હતાં અને ભારત માતા કી જયનો સુત્રોચ્ચાર કર્યો હતો અને લોકોના હાથમાં તિરંગો હતો અને તે લહેરાવતા જોવા મળ્યા હતાં ઇસરોમાં પણ હાજર રહેલ વૈજ્ઞાનિકો પણ ઝુમી ઉઠયા હતાં અને એક બીજાને અભિનંદન પાઠવવા લાગ્યા હતાં.દિલ્હીના કર્તવ્ય પથ પર લોકો એકત્રિત થઇ ગયા હતાં અને ઉજવણી કરી હતી અને સુત્રોચ્ચાર કર્યા હતાં. જમ્મુમાં પણ ઉજવણી કરવામાં આવી હતી તેમના હાથમાં તિરંગો લીધેલ હતો અને વંદે માતરમના સુત્રોચ્ચાર કર્યા હતાં અને ઢોલ નગરા સાથે ડાન્સ કરી ઉજવણી કરી હતી.

દરમિયાન ચંદ્રયાન ૩ની આ સફળતા માટે દેશમાં પ્રાર્થના કરવામાં આવી હતી ચંદ્રયાન ૩ મિશન માટે માત્ર મંદિરોમાં જ નહીં, દરગાહમાં પણ પ્રતિજ્ઞાઓ માંગવામાં આવી હતી અજમેરની દરગાહ હઝરત ખ્વાજા ગરીબ નવાઝ મુસ્લિમ ધર્મના ગુરુ ચંદ્રયાન ૩ના સફળ ઉતરાણ માટે પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા. ભારતના ચંદ્રયાન-૩ના સફળ ઉતરાણ માટે, મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં સ્થિત શ્રી મહાકાલેશ્ર્વર મંદિરમાં વહેલી સવારે વિશેષ ’ભસ્મ આરતી’ કરવામાં આવી હતી.તમિલનાડુના રામેશ્ર્વરમ અગ્નિ તીર્થમાં પૂજારી કલ્યાણ સંઘના પૂજારીઓ ચંદ્રયાન-૩ના સફળ ચંદ્ર ઉતરાણ માટે અગ્નિ તીર્થમાં બીચ પર પ્રાર્થના કરી હતી ઓડિશામાં ચંદ્ર પર ચંદ્રયાન-૩ના સફળ ઉતરાણ માટે લોકોએ ભુવનેશ્ર્વરની એક મસ્જિદમાં નમાજ અદા કરી હતી.

ચંદ્રયાન-૩ ૧૪ જુલાઈ ૨૦૨૩ ના રોજ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. હવે ૪૦ દિવસ બાદ વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર ચંદ્રની સપાટી પર ઉતરવાની તૈયારી કરી રહ્યા છે. કૃપા કરીને જણાવો કે તેને મોકલવા માટે એલવીએમ- ૩ રોકેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.આ માટે ૨૩ ઓગસ્ટનો દિવસ પસંદ કરવામાં આવ્યો? ખરેખર, ચંદ્ર પર ૧૪ દિવસ પ્રકાશ અને ૧૪ દિવસ અંધકાર રહે છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર, જ્યાં વિક્રમ લેન્ડર લેન્ડ કરવાનું છે, ત્યાં ૨૩ ઓગસ્ટથી ૫ સપ્ટેમ્બર સુધી પ્રકાશ રહેશે. હવે વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન સૌર ઉર્જાનો ઉપયોગ કરશે, તેથી ૨૩ ઓગસ્ટનો દિવસ પસંદ કરવામાં આવ્યો. તમારા મનમાં સવાલ ઉઠતો જ હશે કે આ મિશન પાછળ કેટલો ખર્ચ થયો છે. આ મિશન પર કુલ ૬૧૫ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ મિશન વર્ષ ૨૦૨૧માં જ લોન્ચ થવાનું હતું, પરંતુ કોવિડને કારણે લોન્ચિંગનું વર્ષ બદલાઈ ગયું અને ૧૪ જુલાઈ ૨૦૨૩ના રોજ લોન્ચ કરવામાં આવ્યું, ચંદ્રયાન ૨ના લોન્ચિંગમાં કુલ ૯૧૮ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો.

અત્યાર સુધીમાં કેટલા દેશો ચંદ્ર પર પહોંચ્યા છે? જો ભારત સોફ્ટ લેન્ડિંગમાં સફળ થશે તો રશિયા અને ચીન પછી અમેરિકા ચોથો દેશ બની જશે. અમેરિકાએ ૧૯૬૬થી ૧૯૭૨ સુધીમાં ૧૧ વખત ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કર્યું છે. સર્વેયર સ્પેસક્રાફ્ટ ના પાંચ મિશન હતા અને ૬ મિશન એપોલો સ્પેસક્રાફ્ટ સાથે સંકળાયેલા હતા. રશિયાએ ૮ સોફ્ટ લેન્ડિંગ કર્યા હતા. જેમાં ફ્લૂના સિરીઝનું ખાસ નામ હતું. જ્યાં અમેરિકાએ નીલ આર્મસ્ટ્રોંગને ચંદ્ર પર ઉતાર્યા હતા પરંતુ રશિયા કોઈ અવકાશયાત્રીને લેન્ડ કરી શક્યું ન હતું.

તમને જાણીને નવાઈ લાગશે કે ચંદ્રયાનને બનાવવામાં માત્ર ઈસરો જ નહીં, ભારતની ૪૦૦ જેટલી વિવિધ કંપનીઓએ પણ પોતાનું યોગદાન આપ્યુ છે. આ લિસ્ટમાં ટાટા અને ગોદરેજ જેવા મોટા નામ સામેલ છે. આ મિશન સફળ થતા જ ભારત વિશ્ર્વમાં સ્પેસ પાવર બનીને ઉભરશે અને ભારતીય અવકાશ કંપનીઓ માટે વિશ્ર્વના દરવાજા ખુલ્લી જશે આ રોકાણ ભારતીય કંપનીઓ અને ભારતીય અર્થવ્યવસ્થાને મોટું પ્રોત્સાહન આપશે. ટાટા સ્ટીલ, લાર્સન એન્ડ ટુબ્રો, ભારત હેવી ઈલેક્ટ્રીકલ્સ લિમિટેડ અને ગોદરેજ જેવી ૪૦૦ થી વધુ કંપનીઓએ ચંદ્રયાન-૩ના વિવિધ તબક્કામાં યોગદાન આપ્યું છે. લોન્ચ વ્હીકલ બૂસ્ટર સેગમેન્ટ્સ અને સબસિસ્ટમ્સનું ઉત્પાદન લાર્સન એન્ડ ટુબ્રો દ્વારા કરવામાં આવ્યું છે તો બેટરીઓનું ઉત્પાદન ભારત હેવી ઈલેક્ટ્રીકલ્સ લિમિટેડ દ્વારા અને મિશનનું કોમ્પોનન્ટ્સ મેન્યુફેક્ચરિંગ વાલચંદ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કરવામાં આવ્યું છે.