મુંબઇ, ચંદ્રયાન ૩ના સફળ લોન્ચિંગ પછી વિશ્વભરમાં પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરનાર ઈસરોએ હરીફ, દુશ્મન દેશો ની એક એક ગતિવિધિ પર બાજ નજર રાખવા એક એકશન પ્લાન ઘડી રાખ્યો છે અને જલ્દી તેના પર કામ થશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આથી ઈસરોએ વધુ એક મોટા પ્રોજેકટ પર કામ શુરુ કરી દીધું છે અને આગામી ૫ વર્ષમાં ૫૦ સેટેલાઈટ લોન્ચ કરવાનું લક્ષ્ય રાખ્યું છે.આં થયું તો દેશ સામેના જોખમોને વધુ સારી રીતે ઘટાડી શકાય છે.
વિજ્ઞાન ક્ષેત્રે ભારત છેલ્લા થોડા વર્ષેામાં ઘણી ઐંચી ઉડાન ભરી રહ્યું છે અને આગમી વર્ષેામાં પણ પ્રગતિ કરવાના રસ્તા પર કામ કરી રહ્યું છે. એવામાં ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન એટલે કે ઈસરોએ વધુ એક મોટા પ્રોજેકટ પર કામ શ કરી દીધું છે. ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથે કહ્યું કે ભારતે ગુપ્ત માહિતી એકત્ર કરવા માટે આગામી ૫ વર્ષમાં ૫૦ સેટેલાઈટ લોન્ચ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. આમાં સૈનિકોની હિલચાલ પર નજર રાખવાની અને હજારો કિલોમીટરના વિસ્તારના ફોટોગ્રાસ લેવાની ક્ષમતા સાથે વિવિધ ભ્રમણકક્ષામાં ઉપગ્રહોનું સ્તર બનાવવામાં આવશે.
સોમનાથે જણાવ્યું હતું કે ઉપગ્રહોની સંખ્યામાં વધારો કરવો દેશની સરહદો અને પડોશી વિસ્તારો પર નજર રાખવા માટે અત્યતં આવશ્યક છે.આગળ એમને કહ્યું કે એક મજબૂત રાષ્ટર્ર બનવાની ભારતની આકાંક્ષાને સાકાર કરવા માટે, તેના સેટેલાઇટ કાફલાનું વર્તમાન કદ પૂરતું નથી અને તે આજે છે તેના કરતાં દસ ગણું હોવું જરી છે. ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથે જણાવ્યું હતું કે અમે આગામી પાંચ વર્ષમાં ૫૦ ઉપગ્રહોને અંતિમ સ્વપ આપવા માટે એસેમ્બલ કર્યા છે અને આગામી પાંચ વર્ષમાં આ વિશેષ જિયો-ઈન્ટેલિજન્સ કલેકશનમાં મદદ કરવા માટે ભારત મોકલવામાં આવશે. જો ભારત આ સ્તરે સેટેલાઇટ લોન્ચ કરી શકે છે તો દેશ સામેના જોખમોને વધુ સારી રીતે ઘટાડી શકાય છે