ચંદ્રયાન-૩ ૧૪ જુલાઈના રોજ લોન્ચ થશે: ચંદ્રની સપાટી ઉપર સુરક્ષિત ઉતરાણ પર ધ્યાન  આપો : ઈસરોએ જાહેરાત કરી

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઇસરો)એ બહુપ્રતીક્ષિત મિશન ચંદ્રયાન-૩ ની પ્રક્ષેપણ તારીખ જાહેર કરી છે. ચંદ્રયાન-૩ ૧૪ જુલાઈએ બપોરે ૨.૩૫ કલાકે લોન્ચ થશે. અગાઉ, એજન્સીએ ૧૨ અને ૧૯ જુલાઈ વચ્ચેની તારીખ નક્કી કરી હતી. ચંદ્રયાન-૩નું ધ્યાન ચંદ્રની સપાટી પર સુરક્ષિત ઉતરાણ કરવા પર છે. આ પહેલા ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથે કહ્યું હતું કે અંતરિક્ષ ક્ષેત્રમાં આ ભારતની બીજી મોટી સફળતા હશે.

જાણકારી અનુસાર, ચંદ્રયાન-૨ પછી આ મિશનને ચંદ્રની સપાટી પર સુરક્ષિત લેન્ડિંગ માટે મોકલવામાં આવી રહ્યું છે. ચંદ્રયાન-૨ મિશન છેલ્લા તબક્કામાં નિષ્ફળ ગયું. તેનું લેન્ડર ધરતીની સપાટી પર આંચકા સાથે અથડાયું, ત્યારબાદ તેનો પૃથ્વીના કંટ્રોલ રૂમ સાથેનો સંપર્ક તૂટી ગયો. ચંદ્રયાન-૩ એ જ અધૂરા મિશનને પૂર્ણ કરવા માટે મોકલવામાં આવી રહ્યું છે.

ઈસરોના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ચંદ્રયાન-૩ મિશન ચંદ્રયાન-૨નો આગળનો તબક્કો છે, જે ચંદ્રની સપાટી પર ઉતરશે અને પરીક્ષણો હાથ ધરશે. તે ચંદ્રયાન-૨ જેવું જ દેખાશે, જેમાં ઓબટર, લેન્ડર અને રોવર હશે. ચંદ્રયાન-૩નું ધ્યાન ચંદ્રની સપાટી પર સુરક્ષિત ઉતરાણ કરવા પર છે. મિશનની સફળતા માટે નવા સાધનો બનાવવામાં આવ્યા છે. અલ્ગોરિધમ્સમાં સુધારો કરવામાં આવ્યો છે. ચંદ્રયાન-૨ મિશન ચંદ્રની સપાટી પર ઉતરવામાં નિષ્ફળ ગયેલા કારણો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

અગાઉ, રાષ્ટ્રીય અવકાશ એજન્સીએ બુધવારે કહ્યું હતું કે ચંદ્રયાન-૩ ધરાવતી એક્ધેપ્સ્યુલેટેડ એસેમ્બલીને શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાં એલવીએમ-૩ સાથે જોડવામાં આવી હતી. આ મિશનથી ભારત અમેરિકા, રશિયા અને ચીન પછી ચંદ્ર પર સોટ લેન્ડ કરનાર વિશ્ર્વનો ચોથો દેશ બની જશે.