- દાહોદ જિલ્લા શિક્ષણાધિકારી એન.ડી. મુનીયા પણ વિશેષ હાજર રહ્યા.
દાહોદ,ગરાડું ગામનું નામ રોશન કરનાર એવાં ઈસરોના વિજ્ઞાનિક સાથે ટીમવર્ક સાથે જોડાઈ અશોક પરષોત્તમ મુનિયાનું ચંદ્રયાન-3ની કામયાબીની ખુશીમાં ગરાડુ મુ.પ્રા. શાળા અને સરકારી માધ્યમિક શાળા ગરાડુંમાં દાહોદ જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી એન.ડી. મુનિયા, ઝાલોદ બી.આર.સી. કલ્પેશકુમાર ડી. મુનિયા અને શાળાના આચાર્ય દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. જેમાં ખુબ જ મોટા પ્રમાણમાં ગ્રામજનોએ હાજરી આપી.
ઝાલોદ તાલુકો પછાત ગણવામાં આવે છે અને આવા ગામમાં થી શિક્ષણ લઈ પોતાની આગવી ઓળખ ઉભી કરનાર અશોક મુનિયા પર સમગ્ર આદિવાસી સમાજ ગર્વ અનુભવ કરી રહેલ છે. આ પ્રસંગે આદિવાસી સમાજના ડી.પી.ઈ.ઓ. નૈલેશ ડી.મુનિયા અને ઝાલોદ તાલુકાના બી.આર.સી. કલ્પેશકુમાર ડી. મુનિય તેમજ ગરાડુ મુખ્ય પ્રાથમિક શાળા દ્વારા મિશન ચંદ્રયાન-3 ને સફળતાપૂર્વક ચંદ્ર પર મોકલવામાં મહત્વનો ફાળો છે એવા કર્મભૂમિ ગરાડુના વતની અશોક પરષોત્તમ મુનિયાનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.