ચંદ્રબાબુ નાયડૂને ઝટકો: આંધ્ર પ્રદેશ હાઈકોર્ટે ૩ જામીન અરજી ફગાવી

આંધ્ર પ્રદેશ હાઈકોર્ટમાંથી ફરી એક વખત પૂર્વ સીએમ ચંદ્રબાબુ નાયડૂને ઝટકો લાગ્યો છે. આંધ્ર પ્રદેશ હાઈકોર્ટે નાયડૂ દ્વારા અલગ-અલગ કેસોમાં દાખલ 3 જામીન અરજી ફગાવી દીધી છે. 

CIDએ 9 સ્પટેમ્બરના રોજ ચંદ્રબાબુ નાયડૂની ધરપકડ કરી હતી. પુર્વ મુખ્યમત્રી ચંદ્રબાબુ નાયડૂને આંધ્ર પ્રદેશ સ્ટેટ સ્કિલ ડેવલપમેન્ટ કૌભાંડમાં મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા છે. આ કૌભાંડમાં તેના પર કરોડો રૂપિયાની ઉચાપતનો આરોપ છે. સ્ટેટ સ્કિલ ડેવલપમેન્ટની સ્થાપના વર્ષ 2016માં TDP સરકારના કાર્યકાળ દરમિયાન કરવામાં આવી હતી. જેનો ઉદ્દેશ્ય બેરોજગાર યુવાનોને તેમની રોજગાર ક્ષમતા વધારવા માટે કૌશલ્ય પ્રશિક્ષણ આપીને સશક્ત બનાવવાનો હતો. 

નાયડૂની ધરપકડ ત્યારે કરવામાં આવી હતી જ્યારે તેઓ એક કાર્યક્રમના કેમ્પમાં આરામ કરી રહ્યા હતા. તેમની ધરપકડ કરવા માટે નાંદયાલ રેન્જના ડીઆઈજી રઘુરામ રેડ્ડી અને  CIDના નેતૃત્વમાં મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ પહોંચી હતી.