
શ્રીહરિકોટા, આજે ૧૪ જુલાઈ, ૨૦૨૩ના દિવસે ભારતનું મહત્વકાંક્ષી સ્પેસ મિશન ચંદ્રયાન ૩ સફળતા પૂર્વક લોન્ચ થયું છે. આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેશ સેન્ટરમાંથી આ ચંદ્રયાન બપોરે ૨.૩૦ કલાકે લોન્ચ થયું છે. આ ચંદ્રયાન ધરતીથી ચંદ્ર સુધી ૩,૮૪,૪૦૦ કિમીનું અંતર કાપશે. જે દોઢ મહિના એટલે કે ૪૧ દિવસ બાદ ચંદ્ર પર પહોંચશે. ઈસરોના ૨૯ ડેપ્યુટી ડાયરેક્ટર અને ૫૫ પ્રોજેક્ટ મેનેજરની વર્ષોની મહેનત બાદ ચંદ્રયાન ૩એ સફળતાપૂર્વક ઉડાન ભરી છે.જો આ ચંદ્રયાન-૩ ચંદ્રની સપાટી પર સફળ રીતે લેન્ડ કરશે, તો એ ભારત માટે મોટી ઉપલબ્ધિ હશે. ચંદ્રયાન-૩ લેન્ડરનો મુખ્ય ઉદ્દેશ ચંદ્ર પર જઈને તેમાંથી રોવર નીકળી ચંદ્રની આસપાસ ચક્કર લગાવવાનો છે. જેથી ચંદ્રની સપાટીનું નિરીક્ષણ કરી શકાય.ચંદ્રયાન જો દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરશે તો ભારત ચંદ્રના આ ભાગ પર પહોંચનાર પહેલો દેશ બનશે. ચંદ્ર પર રાષ્ટ્રધ્વજ ફરકાવનાર ભારત ચોથો દેશ બનશે.ચંદ્રયાન-૩માં લેન્ડરનું નામ વિક્રમ રાખવામાં આવ્યું છે. આ નામ ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા વિક્રમ સારાભાઈના નામ પરથી આપવામાં આવ્યું છે. રોવરને ‘પ્રજ્ઞાન’ નામ આપવામાં આવ્યું છે. જેને સંસ્કૃતમાં શાણપણ કહેવામાં આવે છે. ચંદ્રયાન-૨ સમયે પણ લેન્ડર-રોવરના આ જ નામ હતા.૧૬ મિનિટ પછી ચંદ્રયાનને રોકેટ દ્વારા ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યું. ઇસરો ચીફ એસ. સોમનાથે આ સફળ લોન્ચિંગ બાદ કહ્યું હતું કે ચંદ્રયાન-૩એ ચંદ્ર તરફ એની યાત્રા શરૂ કરી દીધી છે. ચંદ્રયાન-૩ના લોન્ચિંગ પહેલાં પીએમ મોદીએ મિશનની શુભેચ્છા પાઠવી હતી. ભારતના અવકાશક્ષેત્રમાં ૧૪ જુલાઈ ૨૦૨૩ની તારીખ હંમેશાં સુવર્ણ અક્ષરોમાં અંક્તિ રહેશે. અમારું ત્રીજું ચંદ્ર મિશન ચંદ્રયાન-૩ એની યાત્રાએ રવાના થશે. આ મિશન આપણા રાષ્ટ્રની આશાઓ અને સપનાંને આગળ વધારશે. ચંદ્રયાન-૩ મિશન માટે શુભેચ્છાઓ!
જો કે ચંદ્રયાન-૩ના લોન્ચ પહેલા આ મિશન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને દેશ અને ચંદ્રયાન-૩ની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે.
એક ટ્વિટમાં પીએમ મોદીએ લખ્યું કે ૧૪ જુલાઈ ૨૦૨૩ની તારીખ ભારતીય ઈતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં અંક્તિ રહેશે. આ મિશન દેશની આશાઓ અને સપનાઓને વધુ વેગ આપશે. વડાપ્રધાને આ મિશન સાથે જોડાયેલા તમામ વૈજ્ઞાનિકોનો આભાર માન્યો હતો. ચંદ્રયાન-૧ મિશનને ઉદાહરણ તરીકે ટાંક્તા પીએમએ કહ્યું કે મિશન ચંદ્ર પર પાણીની હાજરીની પુષ્ટિ કરી છે. જે દેશભરના ૨૦૦ થી વધુ વૈજ્ઞાનિક પ્રકાશનોમાં પ્રકાશિત થયું હતું.
પીએમએ કહ્યું કે ચંદ્રયાન-૧ મિશન પહેલા ચંદ્રને માત્ર શુષ્ક, ભૌગોલિક રીતે નિષ્ક્રિય અવકાશી પદાર્થ માનવામાં આવતો હતો. પરંતુ પાણી અને બરફની શોધ પછી, ચંદ્રને ગતિશીલ અને ભૂસ્તરશાસ્ત્રી ની રીતે સક્રિય ગણવામાં આવ્યો. વડાપ્રધાને એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે ભવિષ્યમાં ચંદ્ર પર વસવું શક્ય છે.
ચંદ્રયાન-૨ મિશનની નિષ્ફળતા છતાં પીએમ મોદીએ તેનો ઉલ્લેખ કરતા કહ્યું કે આ મિશન અમારા માટે પણ ફાયદાકારક સાબિત થયું છે. ઓબટરના ડેટાએ રિમોટ સેન્સિંગ દ્વારા પ્રથમ વખત ક્રોમિયમ, મેંગેનીઝ અને સોડિયમની હાજરી શોધી કાઢી હતી. આનાથી ચંદ્ર સંબંધિત અમારી માહિતીમાં વધારો થયો. લોકોને વિનંતી કરતા પીએમએ કહ્યું કે તેઓ ચંદ્રયાન-૩ વિશે વધુને વધુ જાણતા હોવા જોઈએ કારણ કે તે તમને ગર્વ અનુભવશે.ચંદ્રયાન-૩ એક લેન્ડર, એક રોવર અને એક પ્રોપલ્શન મોડયૂલર એમ ત્રણ ભાગમાં બનાવવામાં આવ્યું છે. તેનું કુલ વજન ૩૯૦૦ કિલો છે. પ્રોપલ્શન મોડયૂલરનું વજન ૨૧૪૮ કિલો છે. રોવરનું વજન ૨૬ કિલો છે. પ્રોપલ્શન મોડયૂલર ૯૫૮ વોટ વીજળી, લેન્ડર મોડયૂલર ૭૩૮ વોટ અને રોવર ૫૦ વોટ વીજળી ઉત્પન્ન કરશે.
ઇસરોનું છેલ્લું મૂન મિશન ચંદ્રયાન-૨ અંતિમ સમયે નિષ્ફળ ગયું હતું. ચંદ્રયાન-૩ને ગત વખતની ભૂલોમાંથી પાઠ ભણતા ડિઝાઈન કરવામાં આવ્યું છે.ઇસરોનું ચંદ્રયાન-૩ મિશન ચંદ્રના અજાણ્યા સ્થળો વિશે માહિતી આપશે. રાસાયણિક તત્વો અને પાણી-માટીની શોધ કરશે. આ સિવાય ચંદ્રયાન-૩ ચંદ્ર પર કિંમતી ધાતુઓ શોધી કાઢશે. ચંદ્રયાન-૩ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરશે. ધ્યેય ચંદ્રની સપાટી પર રોવર ચલાવવાનો છે. ચંદ્રયાન-૩ ચંદ્ર પર હાજર તત્વોનું વૈજ્ઞાનિક પરીક્ષણ કરશે.
તમને જણાવી દઈએ કે ચંદ્રયાન-૧ મિશનમાં ૩૮૬ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. તે જ સમયે, ચંદ્રયાન-૨ મિશનનો ખર્ચ ૯૭૮ કરોડ રૂપિયા હતો. હવે ચંદ્રયાન-૩ મિશન પણ ઘણું સસ્તું છે. તેની કિંમત ૬૧૫ કરોડ રૂપિયા છે. આમાં તો સ્પેશ પર આધારિત હોલિવૂડ ફિલ્મો બને છે.
ચંદ્રયાન-૩ આજે ૧૪ જુલાઈ, ૨૦૨૩ ના રોજ લોન્ચ કરવામાં આવ્યું છે. આ ચંદ્રયાન-૨નું ફોલોઅપ મિશન છે. તેને શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. ચંદ્રયાન-૩ મિશનમાં લેન્ડર, રોવર સામેલ છે. મિશનમાં ઓબટરનો સમાવેશ થતો નથી. લેન્ડર, રોવર ૧૪ દિવસ સુધી સક્રિય રહેશે. ૨૩-૨૪ ઓગસ્ટની વચ્ચે ચંદ્ર પર ઉતરવાનો પ્રયાસ થશે. ચંદ્રયાન-૩ના વજનની વાત કરીએ તો લેન્ડર મોડ્યુલનું વજન ૧.૭ ટન છે. પ્રોપલ્શનનું વજન લગભગ ૨.૨ ટન છે. લેન્ડરમાં મૂકવામાં આવેલા રોવરનું વજન ૨૬ કિલો છે.