ચંદ્રયાન-3ના વિક્રમ લેંડરમાં 5 નહીં, 4 એન્જિન હશે

ભારતીય અંતરિક્ષ અનુસંધાન કેન્દ્ર એટલે કે ઈસરોએ 2021ની શરૂઆતમાં ચંદ્રયાન-3 લોન્ચ કરશે. તેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વખતે ચંદ્રયાન-2માં વિક્રમ લેંડરથી ચંદ્રયાન-3ના વિક્રમ લેંડર થોડુ અલગ હશે. ચંદ્રયાન-2ના વિક્રમ લેંડરમાં પાંચ એન્જીન (થ્રસ્ટર્સ) હતા. પરંતુ આ વખતે ચંદ્રયાન-3ના વિક્રમ લેંડરમાં માત્ર ચાર જ એન્જીન હશે. તેમાં મિશનમાં લેંડર અને રોવર જશે. ચાંદ અને તારોઓમાં ઘૂમી રહેલા ચંદ્રયાન 2ના ઓર્બિટરની સાથે લેંડર રોવરનો સંપર્ક કરવામાં આવશે.

ચંદ્રયાન -2 વિક્રમ લેન્ડરના ચાર ખૂણા પર એક- એક એન્જિન લગાવવામાં આવ્યું હતું જ્યારે એક મોટું એન્જીન મધ્યમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું જ્યારે આ વખતે ચંદ્રયાન 3માં જે લેંડર જશે તેમાં વચ્ચેનું એન્જીન હટાવી દેવામાં આવ્યું છે. આ સાથે ચંદ્રયાન-3ના વજન પણ ઘટાડો થશે. એટલું જ નહીં, ચંદ્રયાન -2 ને ધૂળથી બચાવવા માટે આ એન્જિન લગાવવામાં આવ્યું હતું, પરંતુ નવા મિશનમાં તેને સંપૂર્ણ રીતે દૂર કરવામાં આવ્યું છે.

ચંદ્રયાન -3 મિશનને સફળ બનાવવા માટે ઇસરોએ તેમાં ઘણા ફેરફારો કર્યા છે. મધ્ય એન્જિનને દૂર કરવાથી લેન્ડરનું વજન ઓછું થયું, પરંતુ ભાવમાં પણ વધારો થયો છે. ત્યારે લેન્ડરના પગમાં પણ ફેરફાર કરવામાં આવી રહ્યો છે જેથી લેન્ડર ચંદ્રની સપાટી પર નરમ ઉતરાણ કરી શકે. આ ઉપરાંત લેંડરમાં લેંડર ડોપ્લર વેલોસીમીટર (LDV) પણ લગાવવામાં આવ્યું છે., જેથી ઉતરાણ સમયે લેન્ડરની ગતિ વિશે સચોટ માહિતી મેળવી શકાય.

ચાંદના ખાડાઓ ઉપર ચંદ્રયાન-3ના લેંડર રોવર સારી રીતે ઉતારી શકાય અને કામ કરી શકે એ માટે બેંગલુરૂથી 215 કિલોમીટર દુર છલ્લાકેરેની પાસે ઉલાર્થી કવાલુમાં નકલી ચાંદનો ખાડો બનાવવામાં આવશે. ઈસરોના સુત્રોના જણાવ્યા પ્રમાણે છલ્લાકેરે વિસ્તારમાં ચંદ્ર જેવો ખાડો બનાવવા માટે તેણે ટેંન્ડર જાહેર કર્યું છે. આશા છે કે, સપ્ટેમ્બરની શરૂઆતમાં અમને તે કંપની મળી જાય જે કામ પુર્ણ કરશે. આ ખાડો બનાવવામાં 24.2 લાખ રૂપિયાનો ખર્ચ આવશે.

ચંદ્રયાન-2 ને 2019 માં લૉન્ચ કરાયું હતું

22 જુલાઈના રોજ 02:43 વાગ્યે શ્રીહરીકોટા ખાતેના લૉન્ચપેડ પરથી ચંદ્રયાન-2ને લૉન્ચ કરવામાં આવ્યું હતું ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરવાનું આયોજન હતું. પરંતુ લેન્ડર વિક્રમે 7 સપ્ટેમ્બરના રોજ સખત ઉતરાણ કર્યું હતું અને તેના પ્રથમ પ્રયાસમાં પૃથ્વીના ઉપગ્રહની સપાટીને સ્પર્શ કરવાનું ભારતનું સ્વપ્ન તૂટી ગયું હતું. આ અભિયાન અંતર્ગત મોકલેલ આર્બીટર સારી કામગીરી કરી રહ્યું છે અને માહિતી મોકલી રહ્યું છે. ચંદ્રયાન -1 ની શરૂઆત 2008 માં પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Don`t copy text!