ચાણસ્મા નગર પાલિકાના ચિફ ઓફિસર અને મ્યુનીસીપલ ઈજનેર સામે લાંચનો કેસ નોધાયો

ભ્રષ્ટ અધિકારીઓએ જાણે કે માઝા મૂકી હોય એવી સ્થિતિ છે. તો બીજી તરફ રાજ્યનુ એસીબી વિભાગ પણ આવા અધિકારીઓને ઝડપી પાડવા માટે એક્શન મોડમાં જોવા મળી રહ્યુ છે. જેને લઈ ભ્રષ્ટાચારી અધિકારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ચાણસ્મા નગર પાલિકાના ચિફ ઓફિસર અને મ્યુનીસીપલ ઈજનેર સામે લાંચનો કેસ નોધાયો છે. નગર પાલિકા દ્વારા કરવમાં આવેલા સરકારી કામોને લઈ બંને અધિકારીઓએ લાંચની રકમની માંગણી કરી હતી. જેને લઈ એસીબીએ છટકુ ગોઠવતા તેમાં ઈજનેર લાંચની રકમ સ્વિકારતા જ ઝડપાઈ ગયો હતો.

ચાણસ્મા નગર પાલિકા વિસ્તારમાં સરકારી કામો કરવામાં આવેલ આ અંગેનુ સિવિલ એન્જિનિયર દ્વારા થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શન કરવામાં આવ્યુ હતુ. પાલિકાના ચિફ ઓફિસર સંજય હાથીભાઈ પટેલ અને ઈજનેર મનીષ બાબુભાઈ દેસાઈ દ્વારા લાંચની રકમ પેટે 70 હજાર રુપિયાની માંગણી કરવામાં આવી હતી. આ અંગે ફરિયાદી સિવિલ એન્જિનિયરે એસીબીનો સંપર્ક કર્યો હતો. જેને આધારે પાટણ એસીબી પીઆઈ એમજે ચૌધરી દ્વારા એસીબીનુ છટકુ ગોઠવવામા આવ્યુ હતુ.

આમ તો સામાન્ય રીતે થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શન કરવા પાછળનુ કારણ એ હોય છે કે, સરકારી કામ જે થયા હોય એ કોન્ટ્રાક્ટર દ્વારા નિયત ટેન્ડરમાં દર્શાવેલ ગુણવત્તા મુજબના થયેલ છે કે, કેમ. આ અંગેના સર્ટીફિકેટ પણ થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શન કરનાર સિવિલ ઈજનેર આપતા હોય છે. આવી જ રીતે ચાણસ્મા નગર પાલિકા વિસ્તારમાં થયેલ સરકારી કામોના થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શન કરવામાં આવ્યા હતા. આ માટેના બીલો ફરિયાદી ઈજનેરે પોતાના કામના રજૂ કર્યા હતા. જેને લઈ ચિફ ઓફિસર સંજય પટેલની ચેમ્બરમાં ફરિયાદ સિવિલ ઈજનેર પાસેથી લાંચની રકમની માંગણી કરવામાં આવી હતી.

આ સમયે પાલિકાના ઈજનેર મનીષ દેસાઈ પણ હાજર હતા. આમ બંનેએ રકમની માંગણી કરી હતી અને જે ફરિયાદીને યોગ્ય નહીં જણાતા એસીબીનો સંપર્ક કર્યો હતો. આ મામલે એસીબી કચેરીએ જઈ સમગ્ર ફરિયાદ રજૂ કરતા પાટણ એસીબી પીઆઈ એમજે ચૌધરીએ છટકાનુ આયોજન ગોઠવ્યુ હતુ.

ફરિયાદ મુજબ છટકાનુ આયોજન કરતા મનીષ દેસાઈએ ફરિયાદી સાથે લાંચ માંગવાને લઈ હેતુલક્ષી વાતચિત પંચો સમામે કરીને 70 હજાર રુપિયાની લાંચ લેતા સ્વિકારતા જ રંગેહાથ ઝડપાઈ ગયો હતો. આ લાંચની રકમ ચિફ ઓફિસર સંજય પટેલ વતી સ્વિકારતા જ તેઓને કચેરીમાંથી જ ઝડપી લીધા હતા. આ દરમિયાન ચિફઓફિસર એસીબીને હાથ લાગ્યા નહોતા. જેમને પકડવા માટે કાર્યવાહી શરુ કરવામાં આવી છે.