ચંપારણમાં જતા પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું હેલિકોપ્ટર રસ્તામાં ખોવાયું

પટણા, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બિહારના ચંપારણમાં ચૂંટણી પ્રચાર માટે જતા હતા દરમ્યાન તેમનું હેલિકોપ્ટર રસ્તામાં ખોવાયું. જોકે થોડા સમય બાદ હેલિકોપ્ટરને યોગ્ય દિશામાં લઈ જવામાં આવ્યું હતું. પાયલોટે સમયસર બધું કાબુમાં લીધું. જેના કારણે સીએમ યોગીને પૂર્વ ચંપારણ પહોંચવામાં દોઢ કલાકનો સમય લાગ્યો હતો. ગુરુવારે ચૂંટણી પ્રચાર પૂરો થયાના થોડા સમય પહેલા જ તેઓ મંચ પર પહોંચ્યા અને ચૂંટણી રેલીને સંબોધિત કરી.

સીએમ યોગીએ કહ્યું કે આજે હું તમારી વચ્ચે આવવાનો હતો, પરંતુ મને હેલિકોપ્ટર દ્વારા બીજી બેઠક પર લઈ જવામાં આવ્યો. ત્યાંથી હવે હું તમારી વચ્ચે આવ્યો છું. વાસ્તવમાં સીએમ યોગીએ પુરી અને ઓડિશાના અન્ય વિસ્તારમાં રેલી યોજીને બિહાર આવવું પડ્યું હતું. પહેલા તેને બિહારના પૂર્વ ચંપારણ આવવું પડ્યું. આ પછી પશ્ર્ચિમ ચંપારણમાં રેલી યોજીને કાર્યક્રમનું સમાપન થવાનું હતું. બંને સ્થળોએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી હતી. યોગીને સાંભળવા લોકોનું ટોળું એકઠું થયું. આ હેલિકોપ્ટર દ્વારા રસ્તો ગુમાવવાને કારણે તેઓ સૌથી પહેલા પશ્ર્ચિમ ચંપારણ પહોંચ્યા. આ કારણથી તેમણે પૂર્વ ચંપારણમાં દોઢ કલાકના વિલંબથી જનસભાને સંબોધી હતી.

ચૂંટણી સભાને સંબોધતા સીએમ યોગીએ કહ્યું કે ચંપારણના ભગવાન સમાન લોકોનો ઉત્સાહ બતાવે છે કે મોદીજી ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. બિહારના સર્વાંગી વિકાસ માટે ભાજપ-એનડીએ જરૂરી છે. ચંપારણના રાષ્ટ્રવાદી લોકોનું એક જ સૂત્ર છે  ફરી ભાજપ, પછી મોદી સરકાર! અહીંનો જનતાનો ઉત્સાહ સ્પષ્ટ કરી રહ્યો છે કે અહીં ફરી કમળ ખીલશે. આટલું જ નહીં સીએમ યોગીએ રાષ્ટ્રીય જનતા દળના સુપ્રીમો લાલુ પ્રસાદ પર પણ પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે લાલુજીએ કહ્યું છે કે તેઓ મુસ્લિમોને ઓબીસી આરક્ષણ આપશે. આરજેડી અને કોંગ્રેસ બંનેએ તમારી અનામતનો ભંગ કરવાની તૈયારીઓ કરી છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી તેમની યોજનાઓને પૂર્ણ થવા દેશે નહીં.