વિરાટ કોહલી 12 વર્ષ પછી રણજી ટ્રોફીમાં પરત ફરી રહ્યો છે. તે અરુણ જેટલી સ્ટેડિયમમાં રેલવે સામે દિલ્હી તરફથી રમી રહ્યો છે. ગુરુવારે કોહલીની આ મેચ જોવા માટે 15 હજારથી વધુ ચાહકો અરુણ જેટલી સ્ટેડિયમમાં આવ્યા છે. ચાહકો RCB-RCB ના નારા લગાવીને કોહલીનો ઉત્સાહ વધારી રહ્યા છે.
આ દરમિયાન એક ચાહક મેદાનમાં ઘૂસી ગયો. પ્રથમ દિવસના પ્રથમ સત્ર દરમિયાન એક ચાહક સુરક્ષા કોર્ડન તોડીને મેદાનમાં ઘુસ્યો હતો. આ સમયે દિલ્હી ફિલ્ડિંગ કરી રહ્યું હતું. ત્યારે અચાનક વિરાટ કોહલી પાસે ગયો અને તેના પગે પડી ગયો. આ પછી સિક્યોરિટીએ તરત જ તેને પકડીને મેદાનની બહાર લઈ ગયા.દિલ્હીના ચાહકો કોહલીને જોવા માટે ઉત્સાહિત હતા અને સવારે 4 વાગ્યાથી જ સ્ટેડિયમની બહાર મોટી સંખ્યામાં એકઠા થયા હતા.
કોહલીએ 2006માં તમિલનાડુ સામે રણજીમાં ડેબ્યૂ કર્યું હતું. વિરાટે તેની છેલ્લી રણજી મેચ 2012માં વીરેન્દ્ર સેહવાગની આગેવાનીમાં રમી હતી, જ્યારે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાએ યુપીની કમાન સંભાળી હતી. આ મેચ ગાઝિયાબાદના નહેરુ સ્ટેડિયમમાં રમાઈ હતી.