ચલાલી, એક તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગઠબંધન કરી ઇન્ડિયા ગઠબંધન બનાવી ભાજપ સામે ચૂંટણી લડવા રણ નીતિ બનાવી રહી છે. ત્યારે રોજેરોજ અવાર નવાર સમાચારો સામે આવી રહયા છે. કોંગ્રેસના અનેક હોદ્દેદારો કોંગ્રેસ પાર્ટી છોડી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય રહયા છે. ત્યારે કાલોલ તાલુકાના ચલાલી તાલુકા પંચાયત સિટના કોંગ્રસના ઉમેદવાર શાંતાબેન ચૌહાણ ભાજપના લોકસભા બેઠકના ઉમેદવાર રાજપાલસિંહ મહેન્દ્રસિંહ જાદવના સમર્થનમાં ગત રોજ જોવા મળ્યા હતા.
ચલાલી તાલુકા પંચાયત બેઠકમાં કોંગ્રેસના મેન્ડેટ ઉપર શાંતાબેન ચૌહાણે ઉમેદવારી નોંધાવી હતી. જેમાં ભાજપના સોનલબેન અજયસિંહ ચૌહાણની જીત થઈ હતી અને કોંગ્રેસ ના ઉમેદવાર શાંતાબેનની હાર થઈ હતી. જે ગતરોજ તેમના સમર્થકો સાથે ભાજપના લોકસભા બેઠકના ઉમેદવાર રાજપાલસિંહ જાદવની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને ભારતીય જનતા પાર્ટીના લોકસભા ના ઉમેદવાર સાથે સમર્થનમાં જોડાયા હતા.