ભોપાલ,
ભાજપના નેતા અને સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુરે હિન્દુ કાર્યકર્તાઓની હત્યાની ઘટનાઓને ધ્યાનમાં રાખી કહ્યું છે કે હિન્દુઓને તેમના પર અને તેમની ગરિમા પર હુમલો કરનારાઓને જવાબ આપવાનો અધિકાર છે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી સાંસદ ઠાકુરે એક વિવાદાસ્પદ નિવેદન આપતા સમુદાયના સભ્યોને પોતાના ધરોમાં ચાકુઓને ધારદાર રાખવા કહ્યું કારણ કે તમામને પોતાની રત્રા કરવાનો અધિકાર છે.
પ્રજ્ઞા ઠાકુરે કહ્યું કે લવ જેહાદ તેમની જેહાદની પરંપરા છે જો કંઇ નથી તો તે લવ જેહાદ કરે છે જો તે પ્રેમ પણ કરે છે તો તેમાં પણ જેહાદ કરે છે આપણે હિન્દુ પણ પ્રેમ કરીએ છીએ આપણે ભગવાથી પ્રેમ કરીએ છીએ સંન્યાસી પોતાના પ્રભુથી પ્રેમ કરે છે. તેમણે અહીં હિન્દુ જાગરણ વેદિકાના દક્ષિણ ક્ષેત્રના વાર્ષિક સમારોહમાં કહ્યું કે સંન્યાસી કહે છે કે ઈશ્વર દ્વારા બનાવવામાં આવેલ આ દુનિયામાં તમામ અત્યાચારિઓ અને પાપીઓનો અંત કરો,અન્યથા પ્રેમની સાચી પરિભાષા અહીં ચાલશે નહીં તો લવ જેહાદમાં સામેલ લોકોને તેવી જ રીતે જવાબ આપો પોતાની પુત્રીઓની રક્ષા કરો તેને યોગ્ય મૂલ્ય શિખડાવો.
તેમણે શિવમોગાના હર્ષ સહિત કાર્યકર્તાઓની હત્યાની ધટનાઓ તરફ ઇશારો કરતા લોકોને કહ્યું કે તે આત્મરક્ષા માટે પોતાના ઘરોમાં ધારદાર ચાકુ રાખે ઠાકુરે કહ્યું કે પોતાના ઘરોમાં હથિયાર રાખો જો અન્ય કંઇ નહીં તો ઓછામાં ઓછું તે ચાકુઓની જ ધાર તેજ રાખો જેનો ઉપયોગ શાકભાજી કાપવા માટે કરવામાં આવે છે.હું નથી જાણતી કે કેવી સ્થિતિ કયારેય પેદા થાય દરેક કોઇને આત્મરક્ષાનો અધિકાર છે જો કોઇ આપણા ધરમાં ધુસી આપણા પર હુમલો કરે છે તો યોગ્ય જવાબ આપવો આપણો અધિકાર છે.
તેમણે માતા પિતાને પોતાના બાળકોને મિશનરી સંસ્થાનોમાં ભણવા ન મોકલવાની સલાહ આપી અને કહ્યું કે આમ કરી તમે પોતાના માટે વૃદ્ધાશ્રમો ના દરવાજા જ ખોલશો.ઠાકુરે કહ્યું કે આમ કરી( મિશનરી સંસ્થાનોમાં બાળકોને ભણાવવા) બાળકો તમારા અને આપણી સંસ્કૃતિ રહેશે નહીં તે વૃદ્ધાશ્રમોની સંસ્કૃતિમાં ભણશે અને સ્વાર્થી બની જશે તેમણે કહ્યું કે પોતાના ઘરમાં પુજા કરો પોતાના ધર્મ અને શાસ્ત્રોની બાબતમાં ભણાવો અને પોતાના બાળકોને તેની બાબતમાં બતાવો જેથી બાળકો આપણી સંસ્કૃતિ અને મૂલ્યોને જાણી શકે.