સંતરામપુર, આજે ચૈત્ર નવરાત્રીનું નવમું નોરતું છે. ત્યારે સમગ્ર દેશ ભરમાં રામનાવમીની ધામ ધૂમ પૂર્વક ભવ્ય ઉજવણી થઈ રહી છે. દેશના રામ મંદિરોમાં આજે ઉત્સવ માનવામાં આવી રહ્યા છે. મંદિરોને શણગાર કરવામાં આવ્યા છે. બીજી તરફ વિવિધ મંદિરોમાં આજે યજ્ઞ હવન પણ યોજાઈ રહ્યા છે. ત્યારે સંતરામપુર શહેરમાં આવેલ શ્રી ગાયત્રી શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે પંચકુંડી મહા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના શિક્ષણમંત્રી ડો.કુબેરભાઈ ડીંડોર તેમના ધર્મપત્ની સાથે માતાજીની પૂજા અર્ચના કરી યજ્ઞમાં આહુતિ આપી હતી.
રાજ્યના શિક્ષણમંત્રી ડો.કુબેરભાઈ ડીંડોર તેમના પત્ની સાથે સંતરામપુર ખાતેના ગાયત્રી શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે ચૈત્રી નવરાત્રી રામનવમી નિમિતે આયોજીત પંચકુંડી મહા યજ્ઞમાં પરિવાર સાથે આવી પૂજા અર્ચના કરી હતી અને યજ્ઞમાં વિશ્ર્વકલ્યાણ અર્થે આહુતિ આપી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા અને પૂજાનો લાહવો લીધો હતો. જ્યારે આજે રામનાવમીની પણ સૌને તેઓ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
શિક્ષણમંત્રી ડો.કુબેરભાઈ ડીંડોર સાથે સંતરામપુર તાલુકા સંગઠનના અધ્યક્ષ બળવંતભાઈ પટેલિયા, ગાયત્રી શક્તિપીઠના વ્યવસ્થાપક રામજીભાઈ ગરશિયા, ગાયત્રી પરિવારના ઉપાસકો અને મોટી સંખ્યામાં ભક્તો, નગરજનો હાજર રહી યજ્ઞ પૂજાનો લ્હાવો લીધો હતો.