ચૈતર વસાવાથી કૂતરું તો શું બલાડુ પણ ડરતું નથી… મનસુખ વસાવા

ભરૂચ, ગુજરાતમાં લોક્સભાની ચૂંટણીને હવે માત્ર એક અઠવાડિયુ બાકી છે. આજથી પીએમ મોદી ગુજરાતમાં પ્રચાર કરવાના છે. ત્યારે ગુજરાતની સૌથી હોટ કહેવાતી ભરૂચ બેઠક પર રાજકારણ ગરમાયું છે. ગુજરાતના રાજકારણમાં કૂતરા અને બિલાડી શબ્દની એન્ટ્રી છઈ છે. ભાજપના ઉમેદવાર મનસુખ વાસાવાએ આપના ઉમેદવાર પર પ્રહાર કર્યા છે. ભર સભામાં મનસુખ વસાવાએ કહ્યું કે, ચૈતર વસાવાથી કૂતરું તો શું બલાડુ પણ ડરતું નથી. આ સાથે જ તેમણે ચૈતર વસાવાને વોટ ન આપવા અપીલ કરી હતી.

ભરૂચ બેઠક પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા મેદાનમાં છે, તો તેમની સામે ભાજપના દિગ્ગજ નેતા મનસુખ વસાવા મેદાનમાં છે. મનસુખ વસાવા ચૈતર વસાવા માટે બોલવાનો કોઈ મોકો છોડતા નથી. અગાઉ પણ તેઓ ચૈતર વસાવા પર શાબ્દિક બાણ વરસાવી ચૂક્યા છે. ત્યાર હવે ફરીથી મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર આકરા પ્રહાર કર્યા હતા.ચૂંટણી પ્રચાર દરમિયાન મનસુખ વસાએ કહ્યું હતું કે, ચૈતર વસાવાથી કૂતરું તો શું બલાડું પણ ડરતું નથી. કોંગ્રેસને શિખામણ આપી કે, અમને વોટ નહિ આપો તો કંઈ વાંધો નહિ. પણ ચૈતરને વોટ ના આપતા. કોંગ્રેસને ચેતવણી આપી કે ચૈતર વસાવાને તમારા બુથમાં વોટ ના નીકળે તેવું કરજો, બાકી તમારી પાર્ટીને આ વિસ્તારમાં પતાવી દેશે. જો તમારા બુથમાં ચૈતર ને વોટ મળ્યો તો તે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાગ પાડશે.

તેમણે આગળ કહ્યું કે, કેજરીવાલ એન્ડ કંપની આદિવાસી વિરોધી પાર્ટી છે. આદિવાસીઓના હક લડાઈ માટે લડતા ભારતીય ટ્રાયબલ પાર્ટીને ચૈતર વસાવાએ તોડી પાડી છે. ચૈતર વસાવા ગદ્દાર છે, ધારાસભ્ય બનવા માટે બીટીપી છોડી દીધી. આમ આદમી પાર્ટીએ પતાવી દીધી. ચૈતર વસાવા તો મોહરું છે. મૂળ તો કેજરીવાલ પણ આદિવાસી વિરોધી છે.