આંકલાવ પોલીસે ભેટાસી ગામમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની 60 નંગ ફીરકીઓ સાથે એક યુવકને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આંકલાવ તાલુકાના ભેટાસી તાબે લક્ષ્મીપુરામાં રહેતા સોમાભાઇ ગણપતસિંહ રાજ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના બે કાર્ટુન વેચવા માટે લાવી, પોતાના ઘરની બાજુમાં આવેલ અડારામાં સંતાડી રાખેલ હોવાની બાતમી આંકલાવ પોલીસને મળી હતી.
જેથી પોલીસની ટીમે બાતમી મુજબના ઠેકાણે દરોડો પાડી, સોમાભાઇ ગણપતસિંહ રાજ ની અટકાયત કરી હતી. જે બાદ પોલીસે તેના ઘરની બાજુમાં આવેલ અડારાની તલાટી લેતાં, ત્યાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના 60 ફિરકા મળી આવ્યાં હતાં. પોલીસે આ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો કિંમત રૂપિયા 18 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને પકડાયેલા સોમાભાઇ ગણપતસિંહ રાજ વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.