સેલેબ્સનું નવું વર્ષ ૨૦૨૪:ક્રિતી-નુપુરે ધોની સાથે સેલિબ્રેશન કર્યું, સોનાક્ષી ઈજિપ્ત પહોંચી

દર વર્ષની જેમ આ વર્ષે પણ બોલિવૂડ સેલેબ્સે પાર્ટી અને ફેમિલી વેકેશન સાથે 202નું સ્વાગત કર્યું છે. બી-ટાઉનના ઘણા ફેમસ સેલેબ્સના વેકેશનના ફોટા સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે. જેમાં ક્રિતી સેનન, વરુણ ધવન, સંજય દત્ત, સેનાક્ષી સિંહા, અનુષ્કા શર્મા અને અજય દેવગન જેવા કલાકારોના નામ સામેલ છે. જાણો કોણે, ક્યાં અને કોની સાથે નવા વર્ષનું સ્વાગત કર્યું.

બોલિવૂડ અભિનેત્રી ક્રિતી સેનન અને તેની બહેન નૂપુર સેનને દુબઈમાં વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને તેમની પત્ની સાક્ષી સાથે નવા વર્ષની ઉજવણી કરી હતી. આ પાર્ટીમાં વરુણ ધવન, બિગ બોસ ફેમ અબ્દુ રોગિક અને ક્રિકેટર રિષભ પંત પણ જોવા મળ્યા હતા. નૂપુર સાથે તેમનો કથિત બોયફ્રેન્ડ અને સિંગર સ્ટેબિન બેન પણ જોવા મળ્યો હતો.

અભિનેત્રી સોનાક્ષી સિંહાએ ઈજિપ્તમાં નવા વર્ષની શરૂઆત કરી. અભિનેત્રીએ મ્યુઝિયમની મુલાકાતના તેમના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. તેમણે જણાવ્યું કે આ મુલાકાત દરમિયાન તેમણે 4000 વર્ષ જૂની શાહી મમી, જૂની કોસ્મેટિક્સ અને રાણીઓના પોશાક જોયા હતા.

સંજય દત્તે પુત્રી ત્રિશાલા, પત્ની માન્યતા અને બાળકો શાહરાન અને ઇકરા સાથે દુબઈમાં નવું વર્ષ ઉજવ્યું. સંજુની પુત્રી ત્રિશાલાએ આ પરિવારના સમયની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.

ત્રિશાલા સંજયની પહેલી પત્ની રિચા શર્માની પુત્રી છે, જેનું 1996માં બ્રેઈન ટ્યુમરથી મૃત્યુ થયું હતું.

દક્ષિણ આફ્રિકાથી અભિનેત્રી અનુષ્કા શર્માનો એક ફોટો વાઇરલ થયો છે. તસવીરોમાં તે એક સાર્વજનિક રેસ્ટોરાંમાં બેસીને કોઈની સાથે વાત કરતી જોવા મળે છે. અનુષ્કાનો પતિ ક્રિકેટર વિરાટ કોહલી આ દિવસોમાં દક્ષિણ આફ્રિકા સાથેની ટેસ્ટ ક્રિકેટ શ્રેણીમાં વ્યસ્ત છે, તેથી અનુષ્કા પોતે તેની સાથે નવું વર્ષ ઉજવવા ત્યાં પહોંચી છે.

બોલિવૂડ એક્ટર અજય દેવગને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફેમિલી વેકેશનની જૂની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં અજયની પત્ની કાજોલ, પુત્ર યુગ અને પુત્રી ન્યાસા પણ સાથે જોવા મળે છે. આને શેર કરતા અજયે લખ્યું- ‘મારી ગેલેરીમાંથી પસાર થતી વખતે આ તસવીરો જોઈ. આપ સૌને નવા વર્ષની શુભકામનાઓ.

સોશિયલ મીડિયા સેન્સેશન ઓરીએ ‘મોહબ્બતેં’ ફેમ અભિનેત્રી કિમ શર્મા અને પ્રખ્યાત સાઉથ એક્ટ્રેસ શ્રેયા સરન સાથે નવા વર્ષની ઉજવણી કરી. તેણે પોતાની ઈન્સ્ટા સ્ટોરીઝ પર કેટલીક તસવીરો શેર કરી છે.

આ સિવાય અરબાઝ-શૂરા, કેટરિના-વિકી, અનન્યા પાંડે, સુહાના ખાન અને શનાયા કપૂર સહિત ઘણા બી-ટાઉન સેલેબ્સ પણ નવા વર્ષની ઉજવણી કરવા વેકેશન પર ગયા છે. જોકે, તેણે હજુ સુધી તેની વેકેશનની તસવીરો શેર કરી નથી.