સીડીએસ અનિલ ચૌહાણે LACની મુલાકાત લીધી, સૈનિકોને સાવચેત રહેવાની સલાહ આપી

શ્રીનગર,ભારત ચીન તણાવ: ચીન સાથેના તણાવ વચ્ચે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે પૂર્વી સરહદોની સમીક્ષા કરી હતી. સીડીએસે પૂર્વ લદ્દાખમાં સરહદ વિવાદ વચ્ચે સિક્કિમ સેક્ટરમાં એલએસીની સુરક્ષા તૈયારીઓની સમીક્ષા કરી. તેમણે પશ્ર્ચિમ બંગાળમાં સુકના ખાતે ત્રિશક્તિ કોર્પ્સના મુખ્યાલયની પણ મુલાકાત લીધી, જ્યાં વરિષ્ઠ લશ્કરી કમાન્ડરોએ તેમને ભારતીય સેનાની તૈયારીઓ વિશે માહિતી આપી.

ચીનની આક્રમક્તાને જોતા ભારતે સરહદી વિસ્તારોમાં અનેક વ્યૂહાત્મક પગલાં લીધા છે. સિલીગુડી કોરિડોર પણ આ વ્યૂહરચનાનો એક ભાગ છે. સરહદી વિસ્તારોમાં કનેક્ટિવિટી પણ વધારવામાં આવી છે, જેથી કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે સૈન્યને તાત્કાલિક એકત્ર કરી શકાય.

સીડીએસ ઉત્તર બંગાળ અને હાસીમારા એરબેઝ પહોંચી હતી. અહીં નવા રાફેલ ફાઈટર જેટ તૈનાત છે. સુકનામાં ૩૩ ત્રિશક્તિ કોર્પ્સનું મુખ્યાલય પણ છે. સીડીએસ અનિલ ચૌહાણે સિક્કિમમાં પૂર્વી સરહદોની સ્થિતિ વિશે પણ પૂછપરછ કરી હતી. તેમણે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, ઓપરેશનલ અને લોજિસ્ટિક્સ ડેવલપમેન્ટનું પૃથક્કરણ કર્યુ હતું.

સીડીએસે દૂરના વિસ્તારોમાં તૈનાત જવાનો સાથે પણ વાતચીત કરી અને તેમના ઉચ્ચ મનોબળ અને વ્યાવસાયિક્તાની પ્રશંસા કરી. સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે સીડીએસે તાલીમ વધારવા માટે રચનાને સલાહ આપી. સીડીએસે જવાનોને દરેક સમયે સતર્ક રહેવા જણાવ્યું હતું. મંત્રાલયે જણાવ્યું હતું કે, “તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે તેમણે સૈનિકોને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, ઉભરતા સાયબર ધમકીઓ અને પ્રતિ-ઉપકરણોથી સચેત રહેવાની સલાહ આપી હતી.

ચીન સાથેની ૩,૪૮૮ કિમી લાંબી વાસ્તવિક નિયંત્રણ રેખા પર સૈન્ય ડિસ-એન્ગેજમેન્ટ પૂર્ણ થયું નથી. ભારત પર નિશાન સાધતા ચીન એલએસીની આસપાસ સૈન્ય તૈનાતી, સરહદી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને એરબેઝ સ્થાપી રહ્યું છે. ગયા અઠવાડિયે ૨ એપ્રિલે ચીને ફરી એકવાર આક્રમક્તા બતાવી અને અરુણાચલ પ્રદેશમાં ૧૧ સ્થળોના નામ બદલી નાખ્યા. જોકે ભારતે ચીનની એકપક્ષીય કાર્યવાહીને નકારી કાઢી છે.

ચીન ભૂટાનમાં પગ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ઉદાહરણ તરીકે, સિક્કિમ-ભૂતાન-તિબેટ જંક્શનમાં, ડોકલામને અડીને આવેલી ભૂટાનની સરહદોમાં પણ માળખાગત વિકાસનું કામ થઈ રહ્યું છે. એપ્રિલ-મે ૨૦૨૦ માં ભારત-ચીન દળો વચ્ચે લોહિયાળ અથડામણ પછી, ભારત સરહદી વિસ્તારોમાં કનેક્ટિવિટી વધુ વધારી રહ્યું છે.