મુંબઇ,નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ભૂતપૂર્વ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે વિરુદ્ધ ભ્રષ્ટાચારનો કેસ નોંધવામાં આવ્યો છે. તેના પર આરોપ છે કે વર્ષ ૨૦૨૧માં ક્રૂઝ ડ્રગ્સ કેસમાં તેમણે અભિનેતા શાહરૂખના પુત્ર આર્યન ખાનને લાંચ લેવા માટે ફસાવ્યો હતો. જો કે હવે આ સમગ્ર મામલે સમીર વાનખેડેનું નિવેદન સામે આવ્યું છે. વાનખેડેએ કહ્યું છે કે તેમને દેશભક્ત હોવા બદલ પુરસ્કાર આપવામાં આવી રહ્યુ છે. સીબીઆઈએ તાજેતરમાં તેના ઘરે પણ દરોડા પાડ્યા હતા.
વર્ષ ૨૦૨૧ માં, સમીર વાનખેડે એનસીબીના ડિરેક્ટર હતા. ત્યારબાદ એનસીબી અધિકારીઓએ મુંબઈમાં રેવ પાર્ટી દરમિયાન ક્રૂઝ પર દરોડા પાડ્યા હતા. અહીંથી અધિકારીઓએ આર્યન ખાન અને અન્યની ધરપકડ કરી હતી. એનસીપીના દિગ્ગજ નેતા નવાબ મલિકે આર્યનની ધરપકડ પર સવાલ ઉઠાવ્યા હતા. તેણે કહ્યું હતું કે સમીર વાનખેડેએ તેના પુત્રની મુક્તિના નામે શાહરૂખને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો અને તેની પાસેથી કરોડો રૂપિયાની ઉચાપત કરવાનો પ્રયાસ કર્યો હતો.
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ભૂતપૂર્વ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે વિરુદ્ધ ભ્રષ્ટાચારનો કેસ નોંધવામાં આવ્યો છે. તેના પર આરોપ છે કે વર્ષ ૨૦૨૧માં ક્રૂઝ ડ્રગ્સ કેસમાં તેમણે અભિનેતા શાહરૂખના પુત્ર આર્યન ખાનને લાંચ લેવા માટે ફસાવ્યો હતો. જો કે હવે આ સમગ્ર મામલે સમીર વાનખેડેનું નિવેદન સામે આવ્યું છે. વાનખેડેએ કહ્યું છે કે તેમને દેશભક્ત હોવા બદલ પુરસ્કાર આપવામાં આવી રહ્યુ છે. સીબીઆઈએ તાજેતરમાં તેના ઘરે પણ દરોડા પાડ્યા હતા.
વર્ષ ૨૦૨૧ માં, સમીર વાનખેડે એનસીબી ના ડિરેક્ટર હતા. ત્યારબાદ દ્ગઝ્રમ્ અધિકારીઓએ મુંબઈમાં રેવ પાર્ટી દરમિયાન ક્રૂઝ પર દરોડા પાડ્યા હતા. અહીંથી અધિકારીઓએ આર્યન ખાન અને અન્યની ધરપકડ કરી હતી. એનસીપીના દિગ્ગજ નેતા નવાબ મલિકે આર્યનની ધરપકડ પર સવાલ ઉઠાવ્યા હતા. તેણે કહ્યું હતું કે સમીર વાનખેડેએ તેના પુત્રની મુક્તિના નામે શાહરૂખને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો અને તેની પાસેથી કરોડો રૂપિયાની ઉચાપત કરવાનો પ્રયાસ કર્યો હતો.
આ મામલામાં સીબીઆઈએ સમીર વાનખેડે અને અન્ય ત્રણ અધિકારીઓ સામે કેસ નોંધ્યો છે. સીબીઆઈના દરોડા પર વાનખેડેએ કહ્યું કે તેમના ઘરે ૧૨ કલાકથી વધુ સમય સુધી દરોડા ચાલુ રહ્યા. માત્ર રૂ.૨૩,૦૦૦ અને અધિકારીના ચાર મિલક્તના દસ્તાવેજો મળી આવ્યા હતા. વાનખેડેના જણાવ્યા અનુસાર, આ મિલક્તો તેમની હતી જ્યારે તેઓ નોકરી કરતા ન હતા. તેમણે કહ્યું કે મને દેશભક્ત હોવાનો પુરસ્કાર મળી રહ્યો છે.
ક્રૂઝ ડ્રગ્સ કેસમાં આર્યન ખાનને ૨૫ દિવસ જેલમાં રહેવું પડ્યું હતું. જોકે, બાદમાં એનસીબીએ પોતાની ચાર્જશીટમાં આર્યનને ક્લીનચીટ આપી હતી. કારણ કે એનસીબીના અધિકારીઓ તેની સામે પૂરતા પુરાવા એકઠા કરી શક્યા ન હતા. આ કેસ દરમિયાન, એનસીબી અધિકારીઓ પર એવા પણ આરોપો લાગ્યા હતા કે તેઓએ આર્યનને તેના આરોપો સ્વીકારવા માટે ઘણી ધમકીઓ આપી હતી, પરંતુ દરેક વખતે આર્યન કહે છે કે તેણે કોઈ ગુનો કર્યો નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે એનસીબીના અધિકારીઓ આર્યનને છોડાવવા માટે ૨૫ કરોડની રકમ વસૂલવા માંગતા હતા, જેના માટે તેઓએ ૫૦ લાખ રૂપિયાની ટોકન મની પણ મેળવી હતી.