સીબીઆઇએ બંસલ ગ્રુપ અને એનએચએઆઇના અધિકારીઓને ૨૦ લાખની લાંચ લેતા ઝડપ્યા

એનએચએઆઈ અને બંસલ જૂથના અધિકારીઓ વચ્ચે લાંચના વ્યવહારના કેસમાં સીબીઆઈએ મોટી કાર્યવાહી કરી છે. સીબીઆઈએ આ કેસમાંએનએચએઆઇ અને બંસલ ગ્રુપના ટોચના અધિકારીઓની ધરપકડ કરી છે.

લાંચ લેવડદેવડ કેસમાં CBI એ મોટી કાર્યવાહી કરી છે. સીબીઆઈએ આ કેસમાં છ લોકોની ધરપકડ કરી છે, જેમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ડીજીએમ અને ભોપાલ સ્થિત બંસલ કન્સ્ટ્રક્શન કંપનીના બે ડિરેક્ટરનો સમાવેશ થાય છે. સીબીઆઈએ લાંચની રકમ સહિત કુલ રૃ. ૧.૧૦ કરોડ રિકવર કર્યા છે.

સીબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રીલીઝ મુજબ રોડ નિર્માણ માટે એનઓસી અને બિલ માટે લાંચ આપવામાં આવી રહી હતી. સીબીઆઈએ આ કેસમાં બંસલ ગ્રુપના બે ડિરેક્ટર અનિલ બંસલ, કુણાલ અને અન્ય બે કર્મચારીઓને આરોપી બનાવ્યા છે. સીબીઆઈએ આ કેસમાં છ લોકોની ધરપકડ કરી છે. એવો આરોપ છે કે બંસલ કન્સ્ટ્રક્શન વર્ક્સ લિમિટેડના કર્મચારીઓ સી ક્રિષ્ના અને છત્તર સિંહ લોધી આઉટર રિંગ રોડ પ્રોજેક્ટના પેન્ડિંગ બિલની ચુકવણી અને પ્રોજેક્ટના મુદ્દા માટે એનએચએઆઈના પીઆઈયુ, નાગપુરના જનરલ મેનેજર અને પ્રોજેક્ટ ડિરેક્ટર અનિલ કાલેના સંપર્કમાં હતા.

આ માટે બંને કર્મચારીઓએ એનએચએઆઇ અધિકારીઓને ૨૦ લાખ રૃપિયાની લાંચ આપી હતી. લાંચની રકમ ડિલિવર થતાની સાથે જ સીબીઆઈએ બંનેને રંગે હાથે પકડી લીધા હતા. સીબીઆઈએ આ કેસમાં બંસલ કન્સ્ટ્રક્શન વર્ક્સ લિમિટેડ અને એનએચએઆઇના અધિકારીઓની ધરપકડ કરી છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ આ અધિકારીઓની ધરપકડ કરી છે.તેમાં અરવિંદ કાલે, જનરલ મેનેજર અને પ્રોજેક્ટ ડિરેક્ટર, એનએચએઆઇેં, નાગપુર,બ્રિજેશ કુમાર સાહુ, ડેપ્યુટી જનરલ મેનેજર અને પ્રોજેક્ટ ડિરેક્ટર, એનએચએઆઇ હરદા,અનિલ બંસલ, ડિરેક્ટર, બંસલ કન્સ્ટ્રક્શન વર્ક્સ લિમિટેડ, કુણાલ બંસલ, ડિરેક્ટર બંસલ કન્સ્ટ્રક્શન વર્ક્સ લિમિટેડ, સી. ક્રિષ્ના, કર્મચારી બંસલ કન્સ્ટ્રક્શન વર્ક્સ લિમિટેડ, છત્તર સિંહ લોધી, બંસલ કન્સ્ટ્રક્શન વર્ક્સ લિમિટેડનો સમાવેશ થાય છે

કહેવામાં આવી રહ્યું છે કે આ કેસમાં સીબીઆઈને જાણવા મળ્યું છે કે બંસલ ગ્રુપના ડાયરેક્ટર પોતાના કર્મચારીઓ દ્વારા એનએચએઆઇ અધિકારીઓને લાંચ આપી રહ્યા હતા. સીબીઆઈએ નાગપુર, ભોપાલ અને હરદા સહિત વિવિધ ઓફિસો અને રહેઠાણો પર દરોડા પાડયા હતા. આ સમયગાળા દરમિયાન સીબીઆઈએ ૧.૧૦ કરોડ રૃપિયાની રોકડ અને ગુનાહિત દસ્તાવેજો જપ્ત કર્યા છે.