ડ્રગ્સ કેસમાં રિયા 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં રાખવા આદેશ :જમીન નામંજૂર

સુશાંત સિંહ રાજપૂતનાં મોતનાં કેસમાં અભિનેત્રી રિયા ચક્રવર્તીને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં રાખવાનો ચુકાદો આપ્યો છે . નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો ( એનસીબી ) એ સૌથી મોટી કાર્યવાહી કરતા રિયા ચક્રવર્તીને ડ્રગ્સના કનેક્શનમાં ધરપકડ કરી . ધરપકડ બાદ રિયાને મેડિકલ તપાસ માટે સાયન હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી . મેડિકલ તપાસ બાદ રિયા વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં હાજર થઈ . જ્યાં કોર્ટે રિયાને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં રાખવાનો ચુકાદો આપ્યો છે . એનસીબીએ રિયા ચક્રવર્તીના કેસમાં કોર્ટ પાસેથી 14 દિવસની ન્યાયિક કસ્ટડી માંગી હતી . રિયાના વકીલ સતીશ માનશિંદેએ રિયા માટે જામીન અરજી કરી હતી , જેને કોર્ટે નકારી દીધી છે . હવે મંગળવારની રાત રિયાને એનસીબીની ઓફિસમાં બનેલી જેલમાં જ રાખવામાં આવશે , કારણે કે જેલ મૈન્યુઅલ મુજબ સૂર્યાસ્ત પછી જેલમાં કોઇ કેદીને એન્ટ્રી આપવામાં આવતી નથી . અદાલતે ન્યાયિક પ્રક્રિયાના ભાગ રૂપે રિયાની ન્યાયિક કસ્ટડી અંગે ચુકાદો આપ્યો હતો . આમાં રિયાને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપવામાં આવ્યો હતો . જ્યારે ત્યારબાદ રિયાના વકીલ સતીષ માનશીંદે દ્વારા દાખલ કરેલી જામીન અરજીની સુનાવણી થઈ હતી . બાદમાં કોર્ટે જામીન અરજી નામંજૂર કરી હતી . એનસીબીએ કોર્ટ સમક્ષ રિયાની જામીનનો વિરોધ કર્યો હતો . રિયા હવે મંગળવારે રાત્રે રિયા ઘરે જશે નહીં . રિયાની જામીન અરજી નામંજૂર થયા બાદ હવે રિયાના વકીલ સતીષ માનશીંદે બુધવારે સેશન્સ કોર્ટમાં અપીલ કરી શકે છે . જો ત્યાંથી પણ જામીન નહીં થાય તો હાઈકોર્ટ અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં અપીલ થઈ શકે છે . રિયાના કિસ્સામા સૌથી મોટી અડચણ સેક્શન 27(A) છે . આ કલમમાં 10 વર્ષની જેલની સજા છે . રિયા વિરુદ્ધ આ કલમ લગાવવામાં આવી છે .27(A) માં ગેરકાયદેસર ડ્રગ હેરાફેરીમાં નાણાંના વ્યવહારનો કેસ આવે છે . તેમાં ગુનેગારોને 10 વર્ષની સજાની જોગવાઈ છે . હવે જે કલમમાં 10 વર્ષ કે તેથી વધુની સજાની જોગવાઈ હોય છે , કોર્ટ આવા કેસોમાં સામાન્ય રીતે જામીન આપતી નથી . આ કેસમાં એનસીબીને લાગે છે કે રિયાએ છેલ્લા ત્રણ દિવસમાં આપેલી માહિતી પૂરતી છે , તેથી હવે પૂછપરછ કરવાની જરૂર નથી . એનસીબીએ પહેલા દિવસે લગભગ 6 કલાક સુધી રિયા ચક્રવર્તીની પૂછપરછ કરી હતી . બીજા દિવસે રિયાની લગભગ 8 કલાક પૂછપરછ કરવામાં આવી હતી અને ત્યારબાદ ત્રીજા દિવસે મંગળવારે 3 કલાક સુધી ચાલેલી પૂછપરછ બાદ રિયા ચક્રવર્તીને એનસીબીએ ધરપકડ કરી છે . સુશાંત સિંહ રાજપૂત આપઘાત કેસમાં અત્યાર સુધીની આ સૌથી મોટી ધરપકડ છે . જોકે આ ધરપકડ ડ્રગ પેડલિંગ કેસમાં થઇ છે .

દાહોદ જીલ્લામાં આજરોજ ૨૦ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા

દાહોદ,દાહોદમાં આજે વધુ ૨૦ કોરોના પોઝીટીવ દર્દીઓના સમાવેશ સાથે દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૧૨૮૮ ને…

ગોધરાના સાતપુલ ઉર્દૂ કુમાર પ્રાથમિક શાળાના ટેસ્ટિંગ સેન્ટરની મુલાકાત લેતા જિલ્લા વિકાસ અધિકારી

ફ્લુ પ્રકારના લક્ષણો ધરાવતા, સુપર સ્પ્રેડર્સ પ્રકારની વ્યક્તિઓને સમગ્રતયા આવરી લેવા સૂચના આપી. સ્થાનિક નાગરિકોને માસ્ક…

દાહોદ જીલ્લાનો મોડેલ રૂપી તાલુકોના દેે.બારીઆમાં પ્રાંત અધિકારી તેમજ તાલુકા મામલતદાર કક્ષાની જગ્યાઓ ઈન્ચાર્જમાં કયા સુધી ચાલશે ?

બન્ને અધિકારીઓ કચેરીમાં ગેરહાજર રહેતા લોકોના કામ અટવાતા રોષ. વહેલીતકે મહત્વના અધિકારીઓની ભરતી નહી થાય તો…

ગોધરા સેવા સદનમાં વર્ષ ૨૦૧૩નો સફાઈ કામદારનો ભરતી પ્રશ્ન યથાવત

અગાઉ ભૂખ હડતાળ દરમ્યાન તંત્રએ ખાત્રી આપ્યા બાદ પણ પૂરતી જગ્યાઓ ભરપાઈ કરવા આનાકાની. માત્ર ૩૬…

ગોધરા નર્મદા કેનાલનું પાણી દુષિત યુકત

છેલ્લા કેટલાક દિવસથી કાળ અને ગંધયુકત પાણી પીવાનો વારો. પાલિકા દ્વારા ફટકડી તથા કલોરીન પાઉડરનો વપરાશ…

ગોધરા નગરપાલિકા નવા રસ્તા બનાવવા મૂર્હતની રાહ જુએ છે…?

છેલ્લા કેટલાક દિવસોથી ઉબડખાબડ માર્ગોને લઈને નગરજનો પરેશાન. ખાડા ખાબોચીયાને કારણે અને વાહન ચાલકો તેમજ રાહદારીઓ…

પંચમહાલ જીલ્લામાં આજે ૩૪ કોરોના પોઝીટીવ કેસ નોંધાતા કુલ આંક ૧૭૩૯ થયો

જીલ્લામાં અત્યાર સુધી પોઝીટીવ આંક – ૧૭૩૯. ગોધરા-૧૯, હાલોલ-૧૯, કાલોલ-૦૪, ઘોઘંબા-૦૧. ૫૪ દર્દી સાજા થતાં રજા…

PUBGનાં શોખિનો માટે ખુશખબર, ચીન સાથે કંપનીએ તોડ્યો સંબંધ, ફરીથી ચાલુ થઇ શકે

દુનિયાભરમાં લોકપ્રિય મોબાઇલ ગેમિંગ એપ પબજી(PUBG)ને બનાવનારી કંપની પબજી કોર્પોરેશને પ્રતિબંધ બાદ મોટું પગલું ઉઠાવ્યું છે,…

ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલ કોરોના શંકાસ્પદ

ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલ કોરોના શંકાસ્પદ, એકાએક એપોલો હોસ્પિટલમાં દાખલ થતા સંપર્કમાં આવેલા લોકોમાં ફફડાટ કોરોના…